સુરત : માથાભારે યુવકે જાહેરમાં યુવતીનું ગળું કાપ્યું, ક્રૂરતાપૂર્વક થયેલી હત્યાનો "LIVE" વિડીયો વાઇરલ...

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પાસોદરા પાટિયા નજીક માથાભારે યુવકે યુવતીનું જાહેરમાં ગળું કાપી ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાંખી હતી.

સુરત : માથાભારે યુવકે જાહેરમાં યુવતીનું ગળું કાપ્યું, ક્રૂરતાપૂર્વક થયેલી હત્યાનો "LIVE" વિડીયો વાઇરલ...
New Update

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પાસોદરા પાટિયા નજીક માથાભારે યુવકે યુવતીનું જાહેરમાં ગળું કાપી ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાંખી હતી, ત્યારે યુવતીને મોતને ઘાટ ઉતારી દીધી હોવાનો વીડિયો સામે આવ્યો છે.

કામરેજ તાલુકાના પાસોદરા પાટિયા નજીકના વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસથી એક યુવક યુવતીનો પીછો કરી રહ્યો હતો. થોડા દિવસ અગાઉ યુવતીના મોટા પિતા દ્વારા યુવકને ઠપકો પણ આપવામાં આવ્યો હતો, ત્યારે ગતરોજ યુવકે યુવતીના ઘર બહાર ભારે હંગામો મચાવ્યો હતો. યુવતીના મોટા પપ્પાએ ફરી ઠપકો આપવા જતાં યુવકે ચપ્પુથી હુમલો કર્યો હતો, ત્યારે યુવતી વચ્ચે પડતા યુવતીને બંધક બનાવી લીધી હતી. જોકે, યુવતીનો ભાઈ છોડાવા જતા યુવકે યુવતીના ગળા પર લોકો અને પરિવારની સામે જ ચપ્પુ ફેરવ્યું હતું. ગળું કપાય જતાં ગંભીર ઇજાના પગલે યુવતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

આ યુવકે યુવતીના ભાઈ ઉપર પણ ચપ્પુથી હુમલો કર્યો હતો. બનાવની જાણ થતાં ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસ ઉપર પણ યુવકે હુમલાની કોશિશ કરી હતી. ત્યારબાદ હત્યારા યુવકે ઝેરની ગોળી ખાઈ હાથની નસ કાપીને આપઘાત કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસે યુવકની ધરપકડ કરી સ્મીમેર હોસ્પિટલમાં અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

#Gujarat #ConnectGujarat #Death #Surat #murder #viral #brutally #SocialMedia #Beyond Just News #CrimeNews #InPublic #Kamaraj #Defiant
Here are a few more articles:
Read the Next Article