સુરત : ડેન્ગ્યું અને મેલેરિયાના કેસમાં સતત વધારો, સરેરાશ 800 દર્દી લઈ રહ્યા છે સારવાર...

સિવિલ OPDમાં જૂન અને જૂલાઇની સરખામણીમાં ઓગષ્ટમાં કેસ 5 ગણા વધી રોજના 800 થઈ ગયા છે.

New Update
સુરત : ડેન્ગ્યું અને મેલેરિયાના કેસમાં સતત વધારો, સરેરાશ 800 દર્દી લઈ રહ્યા છે સારવાર...

સુરત શહેર તથા જીલ્લામાં ડેન્ગ્યુ-મેલેરિયાના વધી રહેલા કેસો વચ્ચે સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓનો જાણે રાફડો ફાટ્યો છે. તો બીજી તરફ, પાલિકાનું ફોગિંગ અને સર્વે કામગીરી માત્ર કાગળ ઉપર હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. સુરત શહેર તથા જીલ્લામાં અનેક વિસ્તર એવો છે કે, જ્યાં ડેન્ગ્યુ અને મલેરીયાના ઘણા દર્દી છે. માત્ર સિવિલ હોસ્પિટલમાં જ છેલ્લા 2 મહિનામાં ડેન્ગ્યુના 296 અને મેલેરિયાના 544 દર્દીએ સારવાર લીધી છે. સિવિલ OPDમાં જૂન અને જૂલાઇની સરખામણીમાં ઓગષ્ટમાં કેસ 5 ગણા વધી રોજના 800 થઈ ગયા છે. તો બીજી તરફ, હવે રેસિડેન્ટ ડોક્ટરો પણ ડેન્ગ્યુની ચપેટમાં આવી રહ્યા છે.

સિવિલમાં દરરોજ સરેરાશ 800 દર્દી આવી રહ્યા છે. ડેન્ગ્યુના કારણે સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 2 દર્દીના મોત થયા હોવાની પણ ચોંકાવનારી માહિતી સામે આવી છે. જોકે, ડેન્ગ્યુ અને મેલેરિયાની સાથે સાથે હવે ચીકનગુનિયાના કેસ પણ સામે આવી રહ્યા છે. ડેન્ગ્યુ અને ચીકનગુનિયાના લક્ષણો સરખા જ હોવાથી નિદાનમાં તબીબો પણ મુંઝવણ અનુભવી રહ્યા છે.

આ સાથે વાયરલ ઈન્ફેક્શનના કેસમાં પણ વધારો થયો છે, જેથી હોસ્પિટલોની ઓપીડીમાં અને દાખલ દર્દીઓની સંખ્યા વધી છે. હોસ્પિટલ તંત્ર દ્વારા વધારાના વોર્ડ શરૂ કરવાની ફરજ પડી રહી છે. આ તરફ, પાલિકાના VBDC વિભાગે સપ્ટેમ્બર માસમાં 7 લાખ ઘરોમાં સર્વે કરી મચ્છરોના 8872 બ્રિડીંગનો નાશ કર્યો હતો. જેમાં પાણી ભરાવામાં 978 લોકોને નોટીસ ઇસ્યુ કરવામાં આવી હતી. પરંતુ હવે પાલિકાનું ફોગિંગ અને સર્વેની કામગીરી માત્ર કાગળ ઉપર હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

Latest Stories