સુરત : DGVCL અતિ આધુનિક ટેકનોલોજીથી થયું સજ્જ, અંડરગ્રાઉન્ડ વાયરીંગનો ફોલ્ટ નું થશે ત્વરિત રીપેરીંગ

સુરતમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા જર્મન ટેક્નોલોજીથી સજ્જ આધુનિક 17 વાન ખરીદવામાં આવી છે,જેના થકી અન્ડરગ્રાઉન્ડ કેબલમાં સર્જાતી સમસ્યાની જાણકારી ત્વરિત મેળવીને તેનું ઝડપી ગતિથી રીપેરીંગ કરી શકાશે.

New Update
  • DGVCL થયું જર્મન ટેક્નોલોજીથી સજ્જ

  • આધુનિક 17 વાનની ખરીદી કરાઈ

  • અંડરગ્રાઉન્ડમાં થયેલો ફોલ્ટ તાત્કાલિક જ મળી જશે

  • કલાકો સુધી પાવરકાપની સમસ્યાથી મળશે છુટકારો

  • 1.82 કરોડની એક એવી 17 વાનની કરી ખરીદી

સુરતમાં ઓવરહેડ કેબલોના પગલે પાવરકટની સમસ્યા સર્જાતી હતી,અને ક્યારેક ઓવરહેડ વીજતાર જીવલેણ પણ સાબિત થતા હતા,ત્યારે દક્ષિણ ગુજરાત વીજ કંપની લી.દ્વારા અન્ડરગ્રાઉન્ડ વીજ લાઈન નાખવામાં આવી છે.પરંતુ જ્યારે આ વીજલાઇનમાં કોઈ ક્ષતિ સર્જાય છે,ત્યારે તેને શોધીને રીપેર કરવું મુશ્કેલરૂપ બાબત બની જાય છે,ત્યારે DGVCL દ્વારા આ સમસ્યાના સમાધાન માટે જર્મન ટેક્નોલોજીની આધુનિક વાનની ખરીદી કરવામાં આવી છે.

જાણવા મળ્યા મુજબ હાલમાં DGVCL પાસે 20 હજાર કિ.મી.નું અન્ડરગ્રાઉન્ડ નેટવર્ક છે.ત્યારે DGVCL દ્વારા રૂપિયા 1.82 કરોડની એક વાન એવી 17 જેટલી વાનની ખરીદી કરવામાં આવી છે.જેને કેબલ એક્ષરે મશીન તરીકે પણ ઓળખવામાં આવે છે.અને જો ક્યારેક અન્ડરગ્રાઉન્ડ કેબલમાં કોઈ ફોલ્ટ સર્જાય છે તો ત્વરિત જ તેને શોધીને રીપેર કરી શકાશે,જેના કારણે કલાકો સુધી પાવરકટથી લોકોને છુટકારો મળશે.