સુરત : હીરા ઉદ્યોગની મંદીમાં રત્નકલાકારો માટે મદદની સુવાસ પ્રસરાવતું ડાયમંડ વર્કર યુનિયન,એક લાખ ચોપડાનું કર્યું નિઃશુલ્ક વિતરણ

ડાયમંડ વર્કર યુનિયન અને રત્નકલાકાર વેલ્ફેર ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી 10 હજાર જેટલા રત્નકલાકારોના બાળકોને 1 લાખ જેટલા ચોપડા વિતરણ તેમજ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

New Update

ડાયમંડ ઉદ્યોગ છે મંદીના બિછાને, રત્નકલાકારોની હાલત બની દયનીય, રત્નકલાકારોના બાળકોને કરાઈ શૈક્ષણિક મદદ

સુરત ડાયમંડ નગરીમાં હીરા ઉદ્યોગ હાલ મંદીના મારમાં બીમાર પડ્યો છે,જેના કારણે રત્નકલાકારોની હાલત દયનીય બની ગઈ છે. ત્યારે ડાયમંડ વર્કર યુનિયને તેઓ માટે મદદનો હાથ લંબાવ્યો છે, અને શાળામાં અભ્યાસ કરતા બાળકોને અંદાજીત 1 લાખ જેટલા ચોપડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે.

સુરતમાં હીરા ઉદ્યોગની મંદી વચ્ચે રત્નકલાકારો માટે ડાયમંડ વર્કર યુનિયન મદદરૂપ બન્યું છે,હીરા ઉદ્યોગ જ્યાં મંદીના મારમાં સપડાયો છે,તો બીજી તરફ રત્નકલાકારોની પરિસ્થિતિ પણ દિનપ્રતિદિન દયનીય બની છે,ત્યારે આર્થિક રીતે કપરા ચઢાણ ચઢતા રત્નકલાકારોની વ્હારે ડાયમંડ વર્કર યુનિયન આવ્યું છે.

શહેરના સરદાર સ્મૃતિ ભવનમાં ડાયમંડ વર્કર યુનિયન અને રત્નકલાકાર વેલ્ફેર ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી ચોપડા વિતરણ તેમજ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં અંદાજિત 10 હજાર જેટલા રત્નકલાકારોના બાળકોને 1 લાખ જેટલા ચોપડાનું નિઃશુલ્ક રીતે વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મનોચિકિત્સક મુકુલ ચોકસી,ડીસીપી ઝોન 1 સુરત શહેર પોલીસ અને  હીરા ઉદ્યોગકાર તેમજ રત્નકલાકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે સુરત પોલીસે વધતા આપઘાતની ઘટનાઓને અંકૂશમાં લેવા માટે વિશેષ માહિતી આપી હતી. જ્યારે મનોચિકિત્સક મુકુલ ચોકસીએ પણ રત્નકલાકારોને આપઘાત ન કરવા માટે વિશેષ સમજણ આપી હતી.

Read the Next Article

સુરત : દંડની ડુપ્લિકેટ રસીદ બતાવી RTOના ગોડાઉન પરથી વાહનો છોડાવી જવાના રેકેટનો પર્દાફાશ, 3 શખ્સોની ધરપકડ

સુરત શહેરના સરથાણા ખાતેના ટ્રાફિકના ગોડાઉન પર દંડની ડુપ્લિકેટ રસીદ બતાવીને વાહનો છોડાવી જવાના રેકેટ મામલે પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

New Update
  • RTOની ડુપ્લીકેટ રસીદ બતાવી વાહન છોડવાના રેકેટનો મામલો

  • છેલ્લા 6 મહિનાથી નાસતા ફરતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો

  • નકલી રસીદ આપી ટ્રાફિક ગોડાઉનમાંથી વાહનો છોડાવતા હતા

  • 3 યુવકો રસીદ લઈ રિક્ષા છોડાવવા જતાં મામલો સામે આવ્યો

  • પોલીસે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી આદરી

સુરત શહેરના સરથાણા ખાતેના ટ્રાફિકના ગોડાઉન પર દંડની ડુપ્લિકેટ રસીદ બતાવીને વાહનો છોડાવી જવાના રેકેટ મામલે પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સુરત શહેરના સરથાણા પોલીસમાં ટ્રાફિક પોલીસના કર્મીએ ફરિયાદ આપી હતી. જેના આધારે પોલીસે રિક્ષા છોડાવવા આવેલા વિશાલક્રિષ્ના અને સંદીપ તેમજ 29 વાહનોના ચાલકો સામે ગુનો નોંધ્યો છે. સરથાણા વિસ્તારમાં ટ્રાફિકનું ગોડાઉન આવેલું છેજ્યાં ટ્રાફિક પોલીસે લાયસન્સ ન હોય તેવા ચાલકોના વાહનો ડિટેઇન કરતા હોય છે. ડિટેઇન કરેલા વાહનોને ગોડાઉનમાં રાખવામાં આવે છે. ગોડાઉનમાંથી વાહનચાલકોRTOમાં દંડ ભરેલી સ્લિપ બતાવી વાહનો છોડાવી જતા હોય છે.RTOમાં દંડ ભરેલી સ્લિપમાં ક્યુઆર કોડ સ્કેન કરતાં જ તેમાં ભરેલી દંડની રકમ સ્પષ્ય દેખાય છેજ્યારે નકલી સ્લિપમાં ક્યુઆર કોડ સ્કેન કરતાં તેમાં કશું દેખાતું નથી અથવા તો કોડ જ સ્કેન થતો નથીજેના કારણે આખું રેકેટ સામે આવ્યું છે. 29 નકલી સ્લિપ બતાવીને વાહનો છોડાવી ગયેલાઓમાં સૌથી વધારે રિક્ષા અને ટુ-વ્હીલર છે.

RTOમાં દંડ ભરેલી નકલી સ્લિપ કાપોદ્રાનો સુનિલ નામનો શખ્સ બનાવતો હોવાનું સામે આવ્યું છે. વાહનચાલકો પાસેથી અમુક રૂપિયા લઈ તે નકલી રસીદ આપી દેતો હતો. પછી વાહનચાલકો નકલી સ્લિપથી વાહનો છોડાવી જતા હતા. જોકેસરથાણા ખાતેના ટ્રાફિકના ગોડાઉન પર દંડની ડુપ્લિકેટ રસીદ બતાવીને વાહનો છોડાવી જવાના રેકેટ મામલે પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.