Connect Gujarat
સુરત 

સુરત: કીમ માંડવી રોડની બિસ્માર હાલત,કોંગ્રેસના ધારાસભ્ય અને આગેવાનોએ કર્યો ચક્કાજામનો પ્રયાસ

માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરી સહિત સ્થાનિક લોકો દ્વારા ચક્કાજામનો પ્રયાસ કરવામાં આવતા પોલીસે અટકાયત કરી હતી..

X

સુરત જિલ્લાના માંડવી કિમ રોડ પર બિસ્માર માર્ગ ને લઈને ચક્કાજામ કરાયો હતો.માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરી સહિત સ્થાનિક લોકો દ્વારા ચક્કાજામનો પ્રયાસ કરવામાં આવતા પોલીસે અટકાયત કરી હતી..

સુરત જિલ્લામાં આદિવાસી વિસ્તાર ગણાતા માંડવી પંથકમાં બિસ્માર રસ્તાઓની સમસ્યાએ માઝા મૂકી છે. માંડવી કિમ માર્ગ પર વર્ષોથી નવીનીકરણ થયું નથીજેને કારણે વાહન ચાલકો અને સ્થાનિકો હેરાન થાય છે. વર્ષ 2010 બાદ આ માર્ગ ઉપર નવીનીકરણ કરાયું નથી. લોકો પાસે ટોલ ટેક્સ લેવામાં આવે છે પરંતુ મરામત માટે અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવા છતા કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી.જેથી આજે ખરાબ રસ્તાઓને લઇ ને સ્થાનિક ધારાસભ્ય આનંદ ચૌધરી સહિત આગેવાનોએ ચક્કાજામનો કાર્યક્રમ આપ્યો હતો.માંડવીના તડકેશ્વર ટોલ નાકા નજીક સૌ ભેગા થાય હતા અને ચક્કાજામનો પ્રયાસ કર્યો હતો ત્યારે પોલીસ દ્વારા આનંદ ચૌધરી સહિત 50થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી...

Next Story