Connect Gujarat
સુરત 

સુરત : રોગચાળાથી ડિંડોલી વિસ્તારની 3 વર્ષીય દિવ્યાંગ બાળકીનું મોત, પરિવારમાં શોકનો માહોલ...

ડિંડોલી વિસ્તારમાં રોગચાળાથી 3 વર્ષીય બાળકીનું મોત, દિવ્યાંગ દીકરી છેલ્લા 3 દિવસથી તાવથી પીડાતી હતી.

X

સુરત શહેર તથા જીલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી રોગચાળો વકર્યો છે. જેમાં ઝાડા-ઉલટી અને મલેરિયાના 300થી વધુ કેસ નોંધાય ચૂક્યા છે, ત્યારે ડિંડોલી વિસ્તારની 3 વર્ષીય બાળકીનું મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.

મળતી માહિતી પ્રમાણે, સુરતમાં શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલી સહજાનંદ સોસાયટીમાં બનવારી ગોડ પરિવાર સાથે રહે છે, અને મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને એક 3 વર્ષની દીકરી અનન્યા જે દિવ્યાંગ હતી. જેને છેલ્લા 3 દિવસથી તાવ આવી રહ્યો હતો, ત્યારે દીકરીને તાવ આવતો હોવાથી પરિવાર દીકરીને લઈ સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તપાસ કરી દીકરી અનન્યાને મૃત જાહેર કરી હતી.

દીકરીના મોતને લઈ પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં છેલ્લા એક અઠવાડિયામાં 300થી વધુ ઝાડા-ઉલટી અને મેલેરિયા સહિત તાવના કેસ નોંધાયા છે. છેલ્લા 20 દિવસમાં 9 બાળકો સહિત 14 લોકોના ઝાડા-ઉલટી, ડેંગ્યુ, મેલેરિયા, તાવના કારણે મોત નીપજ્યા છે. તો બીજી તરફ, રોગચાળાથી મોતના આંકડા વધતા લોકોમાં ભયનું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે.

Next Story