સુરત: દિવ્યાંગ વિદ્યાર્થીની સફળતાની ઉંચાઈ,સંઘર્ષ કરીને MBBS સુધી પહોંચ્યો

વૈદીપના જુસ્સા અને પરિવારના પ્રેમ અને હૂંફથી વૈદીપે શિક્ષણક્ષેત્રે સફળતાની સીડી ચડવા લાગી હતી,અને ધોરણ 12 સાયન્સમાં ઉત્તીર્ણ થયા બાદ પોતાની કારકિર્દી મેડિકલ ક્ષેત્રે બનાવવાની નેમ સાથે તેને આગળ ડગ ભરવા માંડ્યા

New Update
  • આજે વિશ્વ દિવ્યાંગ દિવસ

  • સુરતના દિવ્યાંગ વિદ્યાર્થીની સંઘર્ષમય ગાથા

  • અધૂરા માસે જન્મેલા વૈદીપને મળી શારીરિક સમસ્યા

  • સંઘર્ષને અપનાવી જીવનમાં મેળવી સફળતા

  • MBBS સુધી પ્રેરણામય જીવનનો સંઘર્ષ   

સુરતમાં દિવ્યાંગ હોવા છતાં સંઘર્ષ કરીને MBBSના અભ્યાસ સુધી પહોંચનાર વિદ્યાર્થીએ અન્ય માટે પ્રેરણારૂપ બન્યો છે,મહેનત હોય તો અશક્ય કંઈજ નથી એ યુક્તિને આ વિદ્યાર્થીએ સાચી ઠેરવી છે.

દિવ્યાંગ વ્યક્તિઓને સમાન તક આપવા અને તેમના અધિકારોની અનુભૂતિ કરાવવા માટે દર વર્ષે ૩જી ડિસેમ્બરના રોજ વિશ્વ દિવ્યાંગ દિવસ મનાવવામાં આવે છે. વિકલાંગ વ્યક્તિઓનાં માનવ અધિકારોસ્થાયી વિકાસ તેમજ વાસ્તવિક જીવનમાં સહાયતા અપાવવા માટે આ દિવસને મનાવવામાં આવે છે. ત્યારે મૂળ ભાવનગર જિલ્લાના અને સુરતમાં વર્ષોથી સ્થાયી થઈ ગયેલા દેહુરભાઈ નાગોથા પરિવારમાં 2003માં પહેલા દીકરાનો અધુરા મહિને જન્મ થઈ ગયો હતો.

જેથી તેને નવ દિવસ કાચની પેટીમાં રાખવામાં આવ્યો. જેમ જેમ થોડા મહિનાઓ વીતવા લાગ્યા તેમ તેને કમરમાં ગાંઠ થઈ હોવાનું નિદાન થયું હતું. પહેલા ડોક્ટરો દ્વારા નોર્મલ જ ગાંઠ હોવાનું જણાવવામાં આવ્યું હતું. જોકે એક વર્ષનો થયા બાદ આ ગાંઠના કારણે પગનો વિકાસ જ બંધ થઈ ગયો હોવાનું નિદાન થયું હતું. પરિવાર દ્વારા પહેલા પુત્રનું નામ વૈદીપ રાખવામાં આવ્યું હતું.

આ ગાંઠના કારણે ચાલવાની તો દૂરની વાત હતી  પરંતુ બેસી પણ ન શકાય તેવી સ્થિતિ થઈ ગઈ હતી. ત્યારબાદ અમદાવાદ ખાતે આ ગાંઠને દૂર કરવા માટેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ગાંઠ દૂર થયા ગયા બાદ પણ કોઈ ફેરફાર થયો ન હતો. પગનો વિકાસ ન થવાના કારણે પગ વાંકા વળતા ગયા હતા. જેમ સામાન્ય લોકોના સીધા પગ હોય છે તેવી ફૂટ પ્રિન્ટ ન રહી. જેમ જેમ ઉંમર વધતી ગઈ તેમ તેમ ચાલવાનું બંધ થઈ ગયું અને બેસવાનું પણ બંધ થઈ ગયું હતું.

જોકે વૈદીપના જુસ્સા અને પરિવારના પ્રેમ અને હૂંફથી વૈદીપે શિક્ષણક્ષેત્રે સફળતાની સીડી ચડવા લાગી હતી,અને ધોરણ 12 સાયન્સમાં ઉત્તીર્ણ થયા બાદ પોતાની કારકિર્દી મેડિકલ ક્ષેત્રે બનાવવાની નેમ સાથે તેને આગળ ડગ ભરવા માંડ્યા હતા.અને તેના આ સંઘર્ષે તેને સફળતાની સિદ્ધિ અપાવી હતી,આજે વૈદીપ સુરત સિવિલ હોસ્પિટલની સરકારી મેડિકલ કોલેજમાં MBBSનો અભ્યાસ કરી રહ્યો છે.અને અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બન્યો છે.

Latest Stories