Connect Gujarat
સુરત 

સુરત : ખાનગી હોસ્પિટલોમાં ICU વિભાગને ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવા હાઇકોર્ટના આદેશ સામે તબીબોની હડતાળ

ICUને ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવા હાઇકોર્ટ દ્વારા આદેશ, તબીબોએ આદેશ સામે હડતાળ યોજી વિરોધ નોંધાવ્યો

X

રાજ્યભરમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે સંકળાયેલા ખાનગી હોસ્પિટલોના તબીબોએ હાઇકોર્ટ દ્વારા ICU વિભાગને ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવા માટે કરાયેલા આદેશ સામે હડતાળ યોજી વિરોધ નોંધાવ્યો હતો.

હવે, રાજ્યભરની ખાનગી હોસ્પિટલોમાં ICU વિભાગને ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવા બાબતે ગુજરાત હાઇકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે, ત્યારે તેના વિરોધમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના તબીબોમાં રોષ જોવા મળી રહ્યો છે. રાજ્યના 40 હજારથી પણ વધુ તબીબો આજે હડતાળ પર ઉતાર્યા છે. જેમાં સુરતની 600થી વધુ ખાનગી હોસ્પિટલના 3,700 તબીબોએ હડતાળને સહયોગ આપ્યો છે. તબીબોએ જણાવ્યુ હતું કે, અમારી હડતાળ નથી પરંતુ અમે સરકાર સામે એક વ્યથા રજૂ કરીએ છીએ. કારણ કે, સરકાર અમારી છે, અમે જ મત આપીને સરકાર બનાવી છે, અને એટલા માટે જ અમે સરકાર સામે અમારી વેદના વ્યક્ત કરી રહ્યા છીએ. જો હોસ્પિટલોમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ICU વિભાગ રાખવામાં આવે તો અન્ય દર્દીઓને ઇન્ફેક્શન લાગી શકે છે. આ ઉપરાંત હોસ્પિટલમાં ખર્ચ પણ વધી શકે છે, જેનું ભારણ દર્દીઓ પર વધી શકે છે, ત્યારે સમગ્ર મામલે સુરત ખાતે ગુજરાતના ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે સંકળાયેલા ખાનગી હોસ્પિટલોના તબીબોએ એક દિવસની હડતાળ યોજી વિરોધ નોંધાવ્યો હતો.

Next Story