/connect-gujarat/media/media_files/Cj80VPJY83hDVTJgLQWm.jpeg)
લાંચ માંગવાના અનેક કિસ્સાઓ આવ્યા છે પ્રકાશમાં
શાકભાજીના વેપારીને ફૂડ લાયસન્સ આપવા લાંચ માંગી
પાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસરે રૂ. 45 હજારની લાંચ માંગી
ACBએ છટકું ગોઠવી ફૂડ સેફટી ઓફિસરની ધરપકડ કરી
વહીવટી ક્લાર્કની પણ ધરપડક કરી કાયદેસરની કાર્યવાહી
સુરતમાં શાકભાજીના વેપારીને ફૂડ લાયસન્સ આપવા પાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસરે રૂ. 45 હજારની લાંચ માંગી હતી, ત્યારે એસીબીએ છટકું ગોઠવી ફૂડ સેફટી ઓફિસર અને વહીવટી ક્લાર્કની ધરપડક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત શહેર તથા જિલ્લામાં ભ્રષ્ટ અધિકારીઓ સુધરવાનું નામ ન લેતા હોય તેમ લાંચ માંગવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે, ત્યારે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) પાસેથી મળતી માહિતી અનુસાર, સુરતમાં શાકભાજીના વેપારીએ દુકાનો ભાડે રાખી શાકભાજીના વેચાણ માટે ફૂડ લાયસન્સની જરૂરી હોવાથી લાયસન્સ મેળવવા માટે સુરત મહાનગરપાલિકામાં ઓનલાઈન અરજી કરી હતી.
અરજી કાર્યવાહી માટે ફૂડ ઇન્સ્પેકશન બ્રાંચની કચેરીમાં ફરજ બજાવતા ફૂડ સેફટી ઓફીસર હેમનકુમાર ગુણવંતરાય ગોહિલ પાસે પહોંચ્યા હતા. ફૂડ સેફટી ઓફિસરે ફૂડ લાયસન્સ આપવાના બદલામાં વેપારી પાસે લાંચ પેટે રૂ. 45 હજારની માંગ કરી હતી, અને લાંચની રકમ ક્લાર્ક ગુલામ યાસીન નિસાર હુસેન શેખને આપવા કહ્યું હતું.
લાંચ અંગે વેપારીના કર્મચારીએ સુરતACBમાં ફરિયાદ આપી હતી. જેથીACBની ટીમે છટકું ગોઠવ્યુ હતું. વેપારીના કર્મચારી ફૂડ ઇન્સ્પેકશન બ્રાન્ચની કચેરીમાં લાંચની રકમ આપવા પહોંચ્યા, ત્યારે ઓફિસરના ક્લાર્કે વેપારીના કર્મચારી સાથે વાત કરી લાંચની રકમ સ્વીકારી હતી.
આ દરમ્યાનACBની ટીમે રંગેહાથ ક્લાર્ક અને ફૂડ સેફટી ઓફિસરને ઝડપી પાડ્યા હતા.ACBના છટકામાં આવેલ ફૂડ સેફટી ઓફિસર હેમનકુમાર રૂ. 1.05 લાખનો પગારદાર છે, જ્યારે વહીવટી ક્લાર્ક 34 હજારનો પગારદાર છે. આટ આટલો પગાર હોવા છતાં પણ અધિકારીઓ ભ્રષ્ટાચાર કરતાં હતા, ત્યારે હાલ તો એન્ટી કરપ્શન બ્યુરોએ બન્નેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.