સુરત : શ્રીજીની મોટી મૂર્તિનું 3 બોટ પોઈન્ટ ઓવારા પર કરાશે વિર્સજન, પોલીસ કમિશનરે તૈયારીઓનું નિરીક્ષણ કર્યું

ગણેશ વિસર્જનની તૈયારીઓમાં વહીવટી તંત્ર વ્યસ્ત બન્યું, શ્રીજીની મોટી મૂર્તિનું વિર્સજન શક્ય ન હોવાથી આયોજન. દર વર્ષની જેમ આ વર્ષે પણ તંત્ર દ્વારા વિશેષ આયોજન.

New Update

સુરત શહેરમાં શ્રીજીની મોટી મૂર્તિનું વિર્સજન શક્ય ન હોવાથી દર વર્ષની જેમ આ વર્ષે પણ 9 ફુટથી ઉંચી મૂર્તિનુ સુરતથી 35 કિમી દૂર હજીરાના બોટ પોઈન્ટ ઓવારા પર વિર્સજન કરવામાં આવશેજ્યાં સુરત પોલીસ કમિશનરે ગણેશ વિસર્જનની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું.

સુરત શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં ગણપતિ દાદાની મૂર્તિની સ્થાપના કરવામાં આવ્યું છે. આ મૂર્તિઓની સાથે 9 ફુટથી ઉંચી મૂર્તિઓની સંખ્યા પણ વધુ છે. જોકેમોટી મૂર્તિઓનું પાલિકા દ્વારા બનાવેલ 21 કુત્રિમ તળાવમાં વિર્સજન શક્ય નથી. જેથી 9 ફુટથી મોટી મૂર્તિનું વિર્સજન મગદલ્લાડુમસની સાથે હજીરામાં પણ થનાર છે. હજીરામાં રાધેકિષ્ના ગ્રુપ દ્વારા બોટ પોઇન્ટ ઓવારા પર વિર્સજનની વ્યવસ્થા

દર વર્ષની જેમ આ વર્ષે પણ કરવામાં આવી છે. ગત વર્ષે વિર્સજનની પ્રક્રિયા 32 કલાક સુધી ચાલી હતી. આથી આ વખતે સાધન સામ્રગી વધારી દેવામાં આવી છે. હજીરાની મહાકાય કંપની દ્વારા 12 ક્રેઈન12 ફોર્કલીફટ9 સ્પેશિયલ ગેસ કટર અને અંદાજિત 600 સ્વંયસેવકો વિર્સજન માટે તૈયાર રહેશે. આ બોટ પોઈન્ટ ઓવારા પરથી સરળતાથી વિર્સજન થઈ શકે છે. કારણ કેક્રેઇન દ્વારા સીધી મૂર્તિનું દરિયામાં વિર્સજન થઇ જાય છે. ઊંચી મૂર્તિઓ ખંડિત ન થાય તે માટે લોંખડની એન્ગલ સાથે ફીટ કરેલી હોય છેઅને ગેસ કટરથી એંગલ કાપીને મૂર્તિનુ વિસર્જન કરવામાં આવે છે.

ગત વર્ષે આ કારણે જ વિસર્જનની પ્રક્રિયા લાંબી ચાલી હતી. આથી આ વખતે ગેસ કટરો પણ વધારવામાં આવ્યા છે. હાલ વિસર્જનની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જેને લઇને સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિત ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓ સ્થળ મુલાકાતે ગયા હતા. સમગ્ર તૈયારીઓ તેમજ કોઇપણ ગણેશ મંડળને અગવડ ન પડે તેવી સ્વયં સેવકોને સૂચનાઓ આપવામાં આવી છે.

Latest Stories