સુરત : પ્રતિ હીરાની કામગીરીમાં 6 રૂપિયાનો ઘટાડો કરાતા વરાછાની શીવંતા જેમ્સના રત્ન કલાકારોની હડતાળ..!

હીરા ઉદ્યોગમાં મંદીની સ્થિતિના કારણે રત્ન કલાકારો આર્થિક રીતે નબળા પડી રહ્યા છે. તો બીજી તરફ, અપૂરતા વેતન અને કામના કારણે વરાછામાં આવેલી શિવંતા જેમ્સના રત્ન કલાકારોએ હડતાળ પર ઉતરી સૂત્રોચ્ચાર કર્યા

New Update
  • અપૂરતું કામ અને વેતન મળતા રત્નકલાકારોમાં રોષ

  • વરાછાની શીવંતા જેમ્સના રત્ન કલાકારો હડતાળ પર

  • જીણા હીરાના રૂ. 18માંથી ઘટાડી 12 રૂપિયા કરી દેવાયા

  • ભાવમાં અચાનક ઘટાડો કરાતા રત્ન કલાકારોમાં રોષ

  • 12 હજાર રૂપિયામાં ઘર ચલાવવું મુશ્કેલ : રત્ન કલાકાર 

સુરતના હીરા ઉદ્યોગમાં મંદીની સ્થિતિના કારણે રત્ન કલાકારો આર્થિક રીતે નબળા પડી રહ્યા છે. તો બીજી તરફઅપૂરતા વેતન અને કામના કારણે વરાછામાં આવેલી શિવંતા જેમ્સના રત્ન કલાકારોએ હડતાળ પર ઉતરી સૂત્રોચ્ચાર કર્યા હતા.

સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલ શીવંતા જેમ્સ ડાયમંડ ફેક્ટરીના રત્ન કલાકારો કંપનીની બહાર હડતાળ ઉપર ઉતર્યા છે. ફેક્ટરીમાં કામ કરતા કામદારો પૈકી મોટાભાગના રત્ન કલાકારો કામથી અળગા રહી વિરોધ નોંધાવ્યો હતો. રત્ન કલાકારે જણાવ્યું હતું કેછેલ્લા 6 દિવસથી કામ મળી રહ્યું નથી. અમે મૂળ જાડા હીરાના કારીગર છેપરંતુ જ્યારે અમે શેઠ પાસે કામ માંગીએ છેત્યારે સ્પષ્ટ શબ્દોમાં કહી દેવામાં આવે છે કેહીરા નથી તો અમે તમને ઘસવા માટે કેવી રીતે આપીએ.

અને જે ડાયમંડ છે તે અત્યારે ઝીણા 15 સેન્ટના હીરા હોય છેએનામાં અમારે કામ કરવાનું થાય છેઅને તેના કારણે હીરા ઘસ્યા બાદ પણ અમને જોઈએ તેટલું કામનું વળતર મળતું નથી. પહેલા 30 હીરા ઘસતા હતાત્યારે અમને 1500 મળતા હતાજ્યારે હવે માત્ર 400 રૂપિયા મળી રહ્યા છે. અમારે પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવવું તે સમજાતું નથી. અત્યારે મોંઘવારીના સમયે 12 હજારમાં ઘર ચલાવવું ખૂબ મુશ્કેલ છેજ્યારે કંપની સંચાલક તરફથી કોઈપણ સંતોષકારક જવાબ મળતો ન હોવાનો પણ રત્ન કલાકારો આક્ષેપ કર્યો હતો.

Latest Stories