સુરત : છેલ્લા 3 મહિનામાં ડેન્ગ્યૂ-મલેરિયાના કેસ 4 ગણા વધ્યા, તંત્રની બેદરકારીથી વકરી રોગચાળાની સ્થિતિ..!

સુરત શહેર તથા જિલ્લામાં એકતરફ ડેન્ગ્યૂ અને મલેરિયાના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે.

New Update
સુરત : છેલ્લા 3 મહિનામાં ડેન્ગ્યૂ-મલેરિયાના કેસ 4 ગણા વધ્યા, તંત્રની બેદરકારીથી વકરી રોગચાળાની સ્થિતિ..!

ચોમાસાની વિદાય બાદ સુરતમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાની સ્થિતિ ગંભીર બની રહી છે. છેલ્લા 3 મહિનામાં ડેન્ગ્યૂના કેસોમાં 4 ગણો વધારો નોંધાયો છે, જ્યારે મલેરિયામાં બમણાથી વધુ 936 કેસ નોંધાયા છે.

સુરત શહેર તથા જિલ્લામાં એકતરફ ડેન્ગ્યૂ અને મલેરિયાના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. તો બીજી તરફ, સાફ-સફાઈ અને મચ્છરોના બ્રીડિંગ સ્પોટ દૂર કરવામાં શાસકો અને પાલિકા તંત્રની નિષ્ફળતાને કારણે રોગચાળો વકરી રહ્યો હોવાનો લોકો આક્ષેપ કરી રહ્યા છે. છેલ્લા ઘણાં સમયથી મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો ડેન્ગ્યુ, મેલેરિયા અને ટાઇફોઈડના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. જેથી આરોગ્ય તંત્રની કામગીરી સામે પ્રશ્નાર્થ સર્જાઈ રહ્યો છે, ત્યારે રોગચાળાને ગંભીરતાપૂર્વક લેવા અને આરોગ્યલક્ષી અસરકારક કાર્યવાહી કરવા ટકોર કરી છે. જેમાં તંત્ર અને શાસકોની નિષ્ફળતાને કારણે આ સ્થિતિ છે. શહેરની ઘણી સોસાયટીઓમાં ડ્રેનેજના પાણી પીવાના પાણીમાં ભળી જતાં હોય છે. છતાં શાસકોની આંખ ઉઘડતી નથી. દૂષિત પાણી પીવાથી લોકો ટાઇફોડ સહિતના રોગના શિકાર બની રહ્યા છે, જ્યારે ઠેર ઠેર સાફ-સફાઈમાં બેદરકારીથી મચ્છરોના બ્રીડિંગ સ્પોટ બનતા મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે.

Latest Stories