વડાપ્રધાન મોદીના મિશન લાઈફથી પ્રેરિત શહેરના 5 યુવાઓ
ભારતની સૌથી લાંબી ઇલેક્ટ્રીક વાહનની રાઈડનો પ્રારંભ કર્યો
લોકોને ઇલેક્ટ્રીક વાહનનો ઉપયોગ કરવા રાઈડનું આયોજન
યુવાઓ 21 શહેરોમાં 10,500 કિમીની ઐતિહાસિક રાઈડ કરશે
આરોગ્ય, શિક્ષણ, સ્વચ્છતાના મુદ્દાને લઇ લોકોને જાગૃત કરાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મિશન લાઈફથી પ્રેરિત સુરત શહેરના 5 યુવાઓ ભારતની સૌથી લાંબી ઇલેક્ટ્રીક વાહનની રાઈડનો પ્રારંભ કર્યો છે, ત્યારે 21 શહેરોમાં 10,500 કિમીની ઐતિહાસિક રાઈડ યોજી ઇલેક્ટ્રીક વાહનનો ઉપયોગ કરવા તેમજ આરોગ્ય, શિક્ષણ, સ્વચ્છતાના મુદ્દાને લઇ લોકોને જાગૃત કરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મિશન લાઈફથી પ્રેરિત સુરત શહેરના 5 યુવાઓ હેનીલ નિર્બાન, યશ ચોપડા, સાંઈનાથ ભાસ્કર, યોગીતા નિર્બાન અને વરદ નિર્બાનની ટીમ દ્વારા અત્યાર સુધીની રેકોર્ડ બ્રેક ભારતની સૌથી લાંબી ઇલેક્ટ્રીક વાહનની રાઈડનું આયોજન કરવામાં આવ્યું છે. લોકોને ઇલેક્ટ્રીક વાહનનો ઉપયોગ કરવા અને પર્યાવરણ અનુકૂળ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા આ રાઈડનું આયોજન કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, રાઈડ દરમિયાન ગરીબી નાબૂદ, આરોગ્ય, ગુણવત્તા, શિક્ષણ, સ્વચ્છ પાણી તેમજ સ્વચ્છતાના મુદ્દાને લઇ લોકોને જાગૃત કરવામાં આવશે.
આ યુવાનો 21 શહેરોમાં 10,500 કિલોમીટરની રાઇડ કરશે. આ ઐતિહાસિક રાઈડમાં યુનાઇટેડ નેશન્સના સસ્ટેનેબલ ડેવલપમેન્ટને કેન્દ્રમાં રાખવામાં આવ્યુ છે. યુવાનોના જણાવ્યા અનુસાર, આ રાઈડ પર્યાવરણ જાગૃતિની જ નહીં, પરંતુ સામાજિક પરિવર્તનનું માધ્યમ બનશે,ત્યારેઆ રાઈડને સુરતથી મેયર દક્ષેશ માવાણી, સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત સહિતના મહાનુભાવોએ પ્રસ્થાન કરાવ્યું હતું.