/connect-gujarat/media/post_banners/a0c5bb601b59d2a9902bafb466844b1e4021f4d668db832895e16b699d169364.jpg)
એક તરફ સુરત શહેરને ક્લીન સુરત બનવાનો લક્ષ્યાંક પાલિકા દ્વારા લેવામાં આવ્યો છે ત્યારે બીજી તરફ સુરત શહેરના કેટલાક લેક ગાર્ડનોના તળાવમાં લીલ તો બાકીનામાં પાણી ટકતું નથી. સુરત શહેરના લેક ગાર્ડનોની હાલત જાળવણીના અભાવે કફોડી બની છે. પરિણામે લેક ગાર્ડનોના ડેવલપ પાછળ વર્ષે થતો કરોડોનો ખર્ચ પાણીમાં જાય છે. કોઇ લેકમાં પાણી છે પણ સમયાંતરે પાલિકા સફાઇ કરતી ન હોય જેથી વનસ્પતિ ઉગી નીકળી છે.
વર્ષો પહેલા લેક વ્યુ, ઉગત બોટનિકલ, સુભાષ ગાર્ડન, અલથાણ ગાર્ડન તથા કતારગામ શ્યામાપ્રસાદ મુખરજી સહિતના લેક ગાર્ડનોમાં બોટિંગની સુવિધા હતી. પણ હાલ તળાવમાં પાણી ટકતું ન હોવાનો લૂલો બચાવ પાલિકા કરી રહી છે પણ તળાવોમાં બારેમાસ પાણી રહે એ માટે કોઈ પ્રયાસ કર્યા નથી. હાલ માત્ર શ્યામાપ્રસાદ મુખરજી લેક ગાર્ડનમાં જ બોટિંગ ચાલુ છે.પાલ લેક ગાર્ડનમાં ટીપુંય પાણી નથી. આ લેકમાં ઐતિહાસિક હોપ પુલનો એક સ્પાન પ્રદર્શન માટે મુકાયો છે. પરંતુ પાણી માટે પાલિકાના અધિકારીઓએ કોઇ વ્યવસ્થા જ કરી નથી.