સુરત : IT એન્જીનીયરના રહસ્યમય આપઘાતની ઘટનાથી ચકચાર,વાર્ષિક 50 લાખના પગારદાર એન્જીનીયરે શા માટે ભર્યું અંતિમ પગલુ,ઘુંટાતું રહસ્ય!

અક્ષત બેંગ્લોરની ખાનગી કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે છેલ્લા ત્રણ વર્ષથી વર્ક ફ્રોમ હોમથી કામ કરતો અને તેનો વાર્ષિક પગાર 50 લાખ રૂપિયા હતો.તેમના પિતા મુકેશભાઇ પણ ખાનગી કંપનીમાં નોકરી કરે છે.

New Update
  • સોફ્ટવેર એન્જીનીયરનાં આપઘાતનું ઘુંટાતુ રહસ્ય

  • વાર્ષિક 50 લાખના પગારદાર એન્જીનીયરે કર્યો આપઘાત

  • દુકાનમાંથી છરો ખરીદતા સીસીટીવી પણ આવ્યા બહાર

  • પોતાના શરીર પર જાતે જ ઘા કર્યા હોવાનું પોલીસનું અનુમાન

  • પોલીસે અંતિમ ચિઠ્ઠી કબ્જે કરીને શરૂ કરી તપાસ

સુરતમાં સોફ્ટવેર એન્જીનીયર તરીકે ફરજ બજાવતા 35 વર્ષીય યુવાનનો વેસુની હોટલમાંથી નીચે પટકાયા બાદ મોતને ભેટ્યો હતો,જોકે તેને શરીર પરથી મલ્ટીપલ ઇજાના નિશાન પણ મળી આવ્યા હતા.તેને  દુકાનમાંથી તીક્ષ્ણ છરી પણ ખરીદી હોવાના સીસીટીવી પણ બહાર આવ્યા છે,ત્યારે આ આત્મહત્યાની ઘટનામાં રહસ્ય ઘૂંટાયું છે.

સુરતમાં વેસુની હોટલમાંથી નીચે પટકાયા બાદ ઇજાગ્રસ્ત અવસ્થામાં મળેલા ડુમસ રોડના સોફ્ટવેર એન્જીનીયરે આત્મહત્યા કરી હોવાની ઘટનાએ રહસ્યના વમળો સર્જ્યા છે. મૂળ મહેસાણામાં આવેલા ઉંઝાના વતની અને હાલ સુરત મગદલ્લા રોડ પર આવેલ વીરભદ્ર હાઈટ્સમાં રહેતા 35 વર્ષીય અક્ષત જીજ્ઞેશભાઈ શાહ પત્ની અને દોઢ વર્ષનો પુત્રમાતા-પિતા અને ભાઈ સહિતના પરિવાર સાથે રહેતો હતો.

બે વર્ષ પહેલા જ લગ્ન થયા હતા અને પત્ની ડોક્ટર છે. અક્ષય બેંગ્લોર આઈઆઈટીમાં પાસ આઉટ થયેલો છે. અક્ષત બેંગ્લોરની ખાનગી કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે છેલ્લા ત્રણ વર્ષથી વર્ક ફ્રોમ હોમથી કામ કરતો અને તેનો વાર્ષિક પગાર 50 લાખ રૂપિયા હતો.તેમના પિતા મુકેશભાઇ પણ ખાનગી કંપનીમાં નોકરી કરે છે.

સોફ્ટવેર એન્જિનિયર અક્ષત શાહ ગત મંગળવારે બપોરે ઘરેથી ઓફિસના કામ માટે જવાનું કહીને નીકળ્યો હતો. દરમિયાન સાંજે પાંચ વાગ્યાના અરસામાં વેસુ વિસ્તારની હોટલના  ભોંયતળિયે ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. જેમાં તેના શરીરના ગળાહાથ અને પગમાં ચાકુના ઘા મારેલ હતા. શંકાસ્પદ આ બનાવ અંગે વેસુ પોલીસને જાણ કરતા ઘટના સ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી હતીપોલીસને એક સુસાઇડ નોટ મળી આવી હતીજેને કબજે કરી છે.

અક્ષત શાહના મૃતદેહનું પોલીસે નવી સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જેમાં તેના શરીર ઉપર મલ્ટીપલ ઇજાચોથા માળેથી પડતું મુકતા તેના માથાજાંઘના ભાગે ઇજા થતા મોત નિપજયુ હતુ. જેમાં તેણે આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક રિપોર્ટમાં જાણવા મળ્યું છે. છતાં મૃતકના પરિવાર દ્વારા તેની હત્યા કરવામાં આવી હોવાના આક્ષેપ કરતાં પોલીસે મોબાઈલ ફોન કબ્જે કરીને કોલ ડિટેઇલ અને સીસીટીવી કેમેરાના ફુટેજના આધારે વધુ તપાસ શરૂ કરી છે.

પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં મૃતક અક્ષત એક હોટલમાં જતો સીસીટીવી ફૂટેજમાં કેદ થયો હતો. સાથે જ  ચોથા માળેથી નીચે પટકાયો હોવાનું પણ જાણવા મળ્યું છે. આ સાથે જ પોલીસ તપાસમાં અક્ષતે હોટલની નજીકમાં જ આવેલી એક દુકાન પરથી રેમ્બો છરાની ખરીદી કરી હોવાનું સામે આવ્યું છે. જેના સીસીટીવી પણ બહાર આવ્યા છે.

વેસુ પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે અક્ષત જે હોટલની રૂમમાં રોકાયેલો હતો તે રૂમનું બાથરૂમ લોહીથી ખરડાયેલું હતું. તેના રૂમમાંથી એક મોટું ચપ્પુ પણ મળ્યું હતું અને તે પણ નવું જ ખરીદેલું હતું. પોલીસને અક્ષત પાસેથી એક બેગ પણ મળી આવી હતી. જેમાં લેપટોપ અને મોબાઇલ ફોન મળી આવ્યા હતા. આ સાથે એક ડાયરીએક જીન્સથોડાક રોકડા રૂપિયા અને એક પર્સ મળી આવ્યું હતું. ડાયરીમાં સુસાઈડ નોટ પણ લખેલી હતી. જેમાં કોઈના પર આક્ષેપ કરવામાં આવ્યા નથી.

સુસાઈડ નોટની હેન્ડરાઇટિંગ તેના જુના લખાણ સાથે મેચ કરવામાં આવી રહી છે. અક્ષતે આ પગલુ ભરતા પહેલા કંપનીને એક મેઈલ પણ કર્યો હતો. જેમાં તેની પત્નીનું નામ અને મોબાઈલ નંબર લખ્યો હતો અને વધુમાં લખ્યું હતું કે તેમને જાણ કરી દો કે હું આ હોટલના 404 નંબરના રૂમમાં છું. થેન્ક્સ અને સોરી.

અક્ષતે સુસાઇડ નોટમાં લખ્યું છે કેમને માફ કરજો મને ગમતું નથી. પરિવારના બધાને હું મિસ કરી રહ્યો છું. જીવનથી થાકી અને કંટાળી ગયો છું. હું અહીં રહેવા લાયક નથી. મને ગૂંગળામણ થાય છે. ડીસીપી વિજયસિંહ ગુર્જરે સુસાઇડ અંગે જણાવ્યું હતું કેઅક્ષતે સુસાઈડ નોટમાં બધાને પોતાના જીવન અંગે નિરાશા જાહેર કરી છે. પરિવારજનોની માફી માંગી છે. સુસાઈડ નોટમાં પરિવારના કે બહારના કોઈની ઉપર આક્ષેપ કે પ્રતિઆક્ષેપ કરવામાં આવ્યો નથી.

Read the Next Article

સુરત : રૂ. 1.60 કરોડના ખર્ચે નવનિર્મિત દેશનું પ્રથમ ‘સ્માર્ટ બસ ડેપો’ બન્યું નવું નજરાણું…

સુરત મનપા દ્વારા રૂ. 1.60 કરોડના ખર્ચે નવનિર્મિત દેશનું પ્રથમ ‘સ્માર્ટ બસ ડેપો’ સુરતનું નવું નજરાણું બન્યું છે. સ્માર્ટ બસ ડેપોમાં Wi-Fi અને લાઈટિંગની વિશેષ સુવિધાઓ પણ ઉપલબ્ધ છે

New Update
  • સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે પ્રયાસ

  • સોલર સિટી સુરતમાં સ્માર્ટ બસ સ્ટેશન પ્રોજેક્ટ કાર્યરત

  • સ્માર્ટ બસ સ્ટેશન સમગ્ર દેશમાં રોલ મોડેલ સાબિત થયું

  • દેશનું પ્રથમસ્માર્ટ બસ ડેપો’ સુરતનું નવું નજરાણું બન્યું

  • સ્માર્ટ બસ ડેપોમાંWi-Fi અને લાઈટિંગની વિશેષ સુવિધાઓ

સોલર સિટી સુરતનો સ્માર્ટ બસ સ્ટેશન પ્રોજેક્ટ સમગ્ર દેશ માટે રોલ મોડેલ બને તેવો સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રયાસ કરાયો છેત્યારે સુરત મનપા દ્વારા રૂ. 1.60 કરોડના ખર્ચે નવનિર્મિત દેશનું પ્રથમસ્માર્ટ બસ ડેપો’ સુરતનું નવું નજરાણું બન્યંા છે.

દેશ સહિત રાજ્યભરમાં ગ્રીન એનર્જી અને સસ્ટેનેબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની દિશામાં ઉત્તરોઉત્તર પ્રગતિ થઈ રહી છેત્યારે સુરત મહાનગરપાલિકા અને જર્મન સંસ્થાGIZ (ડેઉટસ્ચે ગેસેલ્સ્ચાફ્ટ ફુર ઇન્ટરનેશનલે જુસામેનરબેઇટના સહયોગથી તૈયાર થયેલા આ પ્રોજેક્ટ હેઠળ રૂફટોપ સોલર પાવર પ્લાન્ટ અને સેકન્ડ લાઇફ બેટરી સ્ટોરેજ સિસ્ટમ દ્વારા બસો માટે 24x7 ગ્રીન ચાર્જિંગ સુવિધા સાથેWi-Fi અને લાઈટિંગ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ થશે.

આ અંગે કાર્યપાલક ઈજનેર પ્રકાશ પંડ્યાએ જણાવ્યું હતું કેસુરતના અલથાણ વિસ્તારમાં તૈયાર કરાયેલા દેશનું પ્રથમ સૌર ઊર્જા આધારિત ઇલેક્ટ્રિક બસ ડેપો ખાતે 100 કિલોવોટ ક્ષમતા ધરાવતા રૂફટોપ સોલર પાવર પ્લાન્ટ અને પ્રતિ કલાકે 224 કિલોવોટ ક્ષમતા ધરાવતી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) સ્થાપિત કરવામાં આવી છે. અંદાજિત રૂ. 1.60 કરોડના ખર્ચે બનેલો આ પ્રોજેક્ટ સંપૂર્ણ રીતે જર્મન સહાય સંસ્થાGIZના સહકારથી અમલમાં મુકાયો છે.

સ્વચ્છ સુરતસોલર સુરત અને સ્માર્ટ સિટી સુરત તરીકે ઓળખાતા સુરતની યશકલગીમાં વધુ એક ઉમેરો થવા જઇ રહ્યો છે. સ્માર્ટ સિટી સુરતના અલથાણ ખાતેWi-Fi, ચાર્જિંગ અને લાઈટિંગ જેવી સુવિધાઓથી સજ્જ હાઈટેક ઇલેક્ટ્રિક બસ ડેપો તૈયાર કરવામાં આવ્યો છે. વાર્ષિક 1 લાખ વીજ યુનિટ વીજઉત્પાદન અને રૂ. 6.56 લાખની વીજબચત સાથે સુરતનું રાષ્ટ્રવ્યાપી ગ્રીન પરિવહન તરફ ઝડપી પ્રયાણ કરશે. રૂફટોપ સોલાર પાવર પ્લાન્ટ અને સેકન્ડ લાઇફ બેટરી સ્ટોરેજ સિસ્ટમ દ્વારા બસો માટે 24x7 ગ્રીન ચાર્જિંગ સુવિધા ઉપલબ્ધ થશે.