-
ચોક બજારમાં અશાંતધારાના અમલ અંગે અસંતોષ
-
જૈન દેરાસરની બાજુનું મકાન વિધર્મીને વેચવામાં આવ્યું
-
જૈન અને હિન્દુ સમુદાયમાં ભારે નારાજગી
-
અશાંતધારાનો ચુસ્ત રીતે અમલ કરવાની ઉઠી માંગ
-
જૈન સમુદાયે જિલ્લા કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર
સુરતના ચોક બજારમાં જૈન દેરાસર અને હિન્દૂ દેવી દેવતાનું અસ્તિત્વ બચાવવા જૈન સમાજ મેદાનમાં ઉતર્યું છે,અને અશાંતધારાના પાલન અંગે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
સુરતમાં ચોક બજારમાં અશાંતધારાનાં અમલને લઈને વિવાદ ઉભો થયો છે,જેમાં આદેશ્વર જૈન દેરાસરની બાજુનું મકાન વિધર્મીને વેચવામાં આવતા જૈન અને હિન્દુ સમુદાયમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.આ વિસ્તારમાં આદેશ્વર જૈન દેરાસરની બાજુમાં જ આવેલા વિજયકુમાર ઝવેરીનું મકાન ગાર્ડ ફરહત એઝાઝને વેચવામાં આવ્યું છે,જેના કારણે જૈન સમુદાય અને હિન્દૂઓમાં નારાજગી જોવા મળી રહી છે,ત્યારે આ વિસ્તારમાં અશાંતધારા પણ લાગુ કરવામાં આવ્યો છે,જેનું ચુસ્તપણે પાલન કરવા અંગેની માંગ ઉઠવા પામી છે,અને જૈન સમુદાય દ્વારા આ અંગે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવીને યોગ્ય કાર્યવાહી કરવા માટેની માંગ કરવામાં આવી છે.