સુરતની લાજપોર મધ્યસ્થ જેલ ખાતે 18 લાખના ખર્ચે નવનિર્મિત મહાત્મા ગાંધી વિદ્યાલયના સ્માર્ટ કલાસ રૂમના લોકાર્પણ ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી ના હસ્તે કરાયું હતું
સુરતની લાજપોર મધ્યસ્થ જેલ ખાતે બંદિવાનોને શિક્ષણ મળી રહે એવા હેતુથી 18 લાખના ખર્ચે નવનિર્મિત મહાત્મા ગાંધી વિદ્યાલયના સ્માર્ટ કલાસનું ગૃહ, રમતગમત અને યુવક સેવા રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાયું હતું. ગૃહ રાજ્ય મંત્રીએ જેલમાં સજા ભોગવી રહેલા બંદિવાનોની ઉત્તમ કામગીરી બદલ પ્રશંસાપત્ર અર્પણ કરી બિરદાવ્યા હતા. ગૃહરાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં વિકાસની યાત્રા તેજ બની છે.
બંદિવાનોને અનુરોધ કરતાં ગૃહરાજ્યમંત્રીએ કહ્યું હતુ કે, આવેશમાં આવી ભુલથી કોઇ ગુનો થયો હોય અને એ ગુનાનું પ્રાયશ્ચિત કરી ફરી સુધરવાની તક મળે તો આ તક ઝડપી લઇ શ્રેષ્ઠ જીવન જીવવાની કોશિષ કરજો. બંદિવાનોના પરિવારને નિયમ મુજબ જેલમાં મુલાકાત કરાવી પરિવારજનો સાથે સ્નેહનો તંતુ જળવાઈ રહે એવો જેલ તંત્રને અનુરોધ કર્યો હતો.ગૃહ રાજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે આ વર્ષે ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષામાં બંદીવાન ભાઈઓ એ શ્રેષ્ઠ પ્રદર્શન દાખવ્યું હતું અને માત્ર એક ને બાદ કરતા તમામ પાસ થઈ ગયા હતા.ત્યારબાદ ગૃહરાજય હર્ષ સંઘવીએ લાજપોર જેલમાં ચાલતા હીરા યુનિટની મુલાકાત લીધી હતી.અને પોતે હીરા યુનિટમાં હીરા ચેક કરી તમામ વસ્તુનું નિરીક્ષણ કર્યું હતું .