સુરત : લીંબા પરિવારે પૂજાના ફૂલો સમજી રૂ.2 લાખ કેનાલમાં પધરાવ્યા! ફાયર વિભાગે નહેરમાંથી રૂપિયા શોધી પરત કર્યા

સુરતના પુણામાં લીંબા પરિવારે ભૂલથી રૂપિયા 2 લાખની રોકડ પૂજા સામગ્રી સમજી કેનાલમાં પધરાવી દીધી હતી.જોકે ફાયર વિભાગની સતર્કતાથી પૂરેપૂરી રકમ પરત મળી

New Update
  • લીંબા પરિવારની એક ભૂલથી તંત્ર થયું દોડતું

  • પૂજા સામગ્રી સાથે કેનાલમાં રૂ.2 લાખ પધરાવી દીધા

  • ઘટનાનો ખ્યાલ આવતા જ ફાયર બ્રિગેડને જાણ કરી

  • ફાયર બ્રિગેડને કોલ મળતા જ કરી કમાલ

  • કેનાલમાંથી રૂપિયા 2 લાખ શોધીને કર્યા પરત 

સુરતના પુણા વિસ્તારમાંથી એક એવી ઘટના સામે આવી છેજે સાંભળીને તમે પણ માથું ખંજવાળતા રહી જશો!પુણાની નિજાનંદ સોસાયટીમાં રહેતા લીંબા પરિવારના ઘરે ધાર્મિક વિધિ હતી. પૂજા બાદ ફૂલો અને સામગ્રી કબાટ પાસે રાખ્યા હતાજ્યાં ભૂલથી રૂપિયા 2 લાખ પણ મુકાઈ ગયા હતા.

પરિવારને એમ કે આ તો માત્ર પૂજાના ફૂલો છે! પ્લાસ્ટિકની થેલીમાં ભરીને 500-500ની નોટના 4 બંડલ સીધા પુણા કેનાલમાં પધરાવી દીધા હતા.જ્યારે ખબર પડી કે લક્ષ્મીજી તો કેનાલમાં પધરાવી દીધા છેત્યારે પરિવારના હોશ ઉડી ગયા! તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.અને ફાયરની ટીમે ભારે જહેમત બાદ પાણીના પ્રવાહમાંથી આખેઆખા રૂપિયા 2 લાખ શોધી કાઢ્યા અને પરિવારને હેમખેમ પરત સોંપ્યા હતા.

Latest Stories