Connect Gujarat
સુરત 

સુરત : ધંધામાં પૈસાની લેતીદેતીમાં મહારાષ્ટ્રના વેપારીનું અપહરણ, 2 ઈસમોની ધરપકડ

X

પૈસાની લેતીદેતીમાં મહારાષ્ટ્રના વેપારીનું અપહરણ

મહિધરપુરા પોલીસ દ્વારા 2 ઈસમોની કરાય ધરપકડ

ભૂતકાળ રૂપિયા નહીં આપતા ઘટનાને આપ્યો અંજામ

થોડા દિવસ અગાઉ સુરતના મહિધરપુરા વિસ્તારમાં પુનાના સ્પેરપાર્ટમાં વેપાર કરતો વેપારી સુરત આવ્યો હતો. તેનું સુરત રેલવે સ્ટેશનથી રિક્ષામાં બેસાડીને લઈ ગયા બાદ આંખે પટ્ટા બાંધી રૂમમાં ગોંધી રાખી તેના એકાઉન્ટમાંથી રૂ. 4 લાખની લૂંટ કર્યા હોવાની ઘટના સામે આવી હતી. જે મામલે મહિધરપુરા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી હતી.

જોકે, પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ કરતાં 2 આરોપીઓની ધરપકડ કરી હતી. જોકે, ભોગ બનનાર ફરિયાદી મૂળ મહારાષ્ટ્રના પુનાનો રહેવાસી હોવાનું સામે આવ્યું હતું. ભૂતકાળમાં 2019માં ફરિયાદીએ પૈસા આપવાની ના પાડતા આરોપી ઇસમોએ સુરત સેન્ટર પસંદ કર્યું હતું, અને ત્યાંથી એક સીમકાર્ડ ખરીદી આ વેપારી સાથે પૈસા મેળવવા માટે બે-ત્રણ મહિના આગળ પ્લાન કરી વેપારી સાથે વેપાર ધંધો કરવા માટેનું ચેટિંગ શરૂ કર્યું હતું. પોલીસે આ મામલે એક આરોપીની ધરપકડ કર્યા બાદ તેની મદદગીરી કરનાર વ્યક્તિ મળી કુલ 2 લોકોની ધરપકડ કરી છે.

Next Story