New Update
/connect-gujarat/media/post_banners/c3c07a314e9203dd2972bde3f6787876d15896a2bc48977710a72f1c97c721d2.jpg)
સુરત શહેરમાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો . પવન સાથે વરસાદ વરસતા શહેરી જનોમા ખુશી વ્યાપી હતી .
હવામાન વિભાગે કરેલી આગાહીના પહેલા જ સુરતમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે .આકરા ઉનાળા બાદ શહેરીજનોએ મેઘરાજાના આગમનની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. સુરતના વેસુ, વીઆઈપી રોડ ,ઉધના,પાંડેસરા સહિત અલગ અલગ વિસ્તારો પવન સાથે વરસાદ વસ્યો હતો. વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી છે. હવામાન વિભાગે આગામી 25 તારીખે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે, જ્યારે આગાહીના પહેલાં સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં મેઘરાજાએ આગમન કરી દીધું છે. શહેરમાં પવન સાથે વરસાદ વરસ્યો છે.સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.ગરમીના બફરા થી સુરતવાસીઓને રાહત થઈ હતી.
Related Articles
Latest Stories
/connect-gujarat/media/media_files/2025/07/13/choco-2025-07-13-18-26-54.jpg)
LIVE