/connect-gujarat/media/media_files/2026/01/04/praveen-mali-2026-01-04-12-56-36.jpg)
સુરત જીપીસીબીની પ્રાદેશિક કચેરી ખાતે રાજયકક્ષાના મંત્રી પ્રવીણ માળીની અધ્યક્ષતામાં પર્યાવરણ અને ઔદ્યોગિક વિકાસ અંગે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી.
બેઠકમાં કચેરીની કામગીરી, પડકારો તથા ભાવિ દિશા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. મંત્રીએ AI આધારિત સ્ટેક મેપિંગ, વિડિયો વોલ અને કંટ્રોલ રૂમની સ્થાપના,તેમજ લાંબા ગાળાના AQI અને ડેટા એનાલિસિસના રેકોર્ડ જાળવવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે કાર્બન ફૂટપ્રિન્ટ, ક્લાઈમેટ એક્શન ટ્રેકર અને નવી ટેકનોલોજીના ઉપયોગ પર ખાસ ભાર મૂક્યો હતો.
તપેલા ડાઈંગ, ટેક્સટાઇલ ચિન્દી વેસ્ટ, ડ્રોન આધારિત ફિલ્ડ મોનિટરિંગ, મલ્ટી-લેયર પ્લાસ્ટિકના વિકલ્પો તથા નવી નીતિઓ અંગે અધિકારીઓની રજૂઆતો મંત્રીએ સાંભળી અને જરૂરી સહયોગની ખાતરી આપી હતી. ત્યારબાદ મંત્રીએ સુરત મહાનગરપાલિકા સંચાલિત બમરોલી STP તથા પાંડેસરા CETP ની મુલાકાત લઈ ઉદ્યોગ પ્રતિનિધિઓ સાથે સંવાદ કર્યો હતો, જ્યાં ટ્રીટેડ સ્યૂએજના પુનઃ વપરાશ, ડીપ સી પાઈપલાઈન, ઉદ્યોગોની જમીન જરૂરિયાત અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિષયક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
આ પ્રસંગે મંત્રીએ સુરત વિસ્તારના ઉદ્યોગોની કામગીરીની પ્રશંસા કરી હતી, સુરતના સારા AQI માટે સૌના સંયુક્ત પ્રયાસોને બિરદાવ્યા અને આત્મનિર્ભર ભારત, “Make in India” તથા 2035ના અમૃત મહોત્સવને ધ્યાનમાં રાખી ઉદ્યોગોને વધુ સ્વાવલંબી બનવા માટે પ્રેરણા આપી હતી.