સનાતન સંસ્કૃતિ અને પરંપરાને આગળ ધપાવવાના પ્રયાસે સુરત શહેરના પરમસુખ ગુરુકુળમાં 300થી વધુ બાળકોએ ગણપતિ પૂજન સાથે વડીલોનું પૂજન-અર્ચન કર્યું હતું.
હાલ ચાલી રહેલા ગણેશ મહોત્સવ દરમ્યાન ભક્તો દ્વારા દુંદાળા દેવની યથાશક્તિ પ્રમાણે આરાધના સહિત પૂજન-અર્ચન કરવામાં આવી રહ્યું છે, ત્યારે સુરત શહેરમાં પણ ગણેશ મહોત્સવ નિમિત્તે અનોખી પૂજા કરવામાં આવી હતી. સુરતના પરમસુખ ગુરુકુળમાં ગણેશજીની પૂજા સાથે પોતાના દાદા-દાદીની પૂજા કરવામાં આવી હતી. 300થી વધુ બાળકોએ ગણપતિ પૂજન સાથે દાદા-દાદીનું પૂજન કર્યું હતું.
સનાતન સંસ્કૃતિ અને પરંપરાને આગળ ધપાવવાના સુંદર પ્રયાસને સૌકોઈએ બિરદાવ્યો હતો. બાળકો પોતાના વડીલો પ્રત્યે પ્રેમ ધરાવે છે, અને આ સંસ્કૃતિમાં સમાવિષ્ટ રહે તે સુનિશ્ચિત કરવા માટે પરમસુખ ગુરુકુળના સંચાલકો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.