સુરત : પાલિકાનું વધારાના વેરા વિનાનું 9603 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ, ફાયર એકેડમી સ્થાપવા આયોજન

સુરત મહાનગરપાલિકાનું નાણાકીય વર્ષ 2025-26નું ડ્રાફ્ટ બજેટ આજે મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે રજૂ કર્યું હતું.કમિશનરે ઐતિહાસિક રૂપિયા 9603 કરોડનું બજેટ રજૂ કર્યું છે

New Update
  • SMCનું ડ્રાફ્ટ બજેટ કરાયું રજૂ

  • Growth Hub માટે ઈતિહાસનું સૌથી મોટા કદનું બજેટ 

  • મનપા કમિશનર શાલિની અગ્રવાલે રજૂ કર્યું બજેટ

  • વધારાના વેરા વિનાનું રૂ.9603 કરોડનું બજેટ કરાયું રજૂ

  • સીટી અને બીઆરટીએસ બસોને ઈલેક્ટ્રીકમાં કન્વર્ટ કરાશે 

Advertisment

સુરત મહાનગરપાલિકાનું નાણાકીય વર્ષ 2025-26નું ડ્રાફ્ટ બજેટ આજે મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે રજૂ કર્યું હતું.કમિશનરે ઐતિહાસિક રૂપિયા 9603 કરોડનું બજેટ રજૂ કર્યું છે,જે પૈકી 4562 કરોડ વિકાસ કામો માટે ફાળવ્યા છે.

સુરત મહાનગરપાલિકાનું નાણાકીય વર્ષ 2025-26નું ડ્રાફ્ટ બજેટ આજે મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે રજૂ કર્યું હતું.કમિશનરે ઐતિહાસિક રૂપિયા 9603 કરોડનું બજેટ રજૂ કર્યું છે.જેમાં અંદાજિત રૂપિયા 469 કરોડનું રેવન્યુ સરપ્લસ ધરાવતું બજેટ છે.વર્ષ 2023-24માં રૂપિયા 117 કરોડ રેવન્યુ સરપ્લસ અને વર્ષ 2024-25માં રૂપિયા 425 કરોડ મળી કુલ રૂપિયા 542 કરોડ રેવન્યુ સરપ્લસ ફંડ સુરત શહેરના વિકાસ કાર્યો માટે ઉપલબ્ધ કરાયું છે.

સુરતને Growth Hub તરીકે આગળ ધપાવવા માટે વર્ષ 2025-26માં સુરત મહાનગરપાલિકાના અત્યાર સુધીના ઈતિહાસનું સૌથી મોટું કદ ધરાવતું રૂપિયા 4562 કરોડનું કેપિટલ કામો માટેનું બજેટ જાહેર કરાયું છે. નવા વિસ્તારોના વિકાસ માટે તબક્કાવાર કુલ અંદાજીત 5481 કરોડના ખર્ચ કરાશે.આંતરમાળખાકીય સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવશે.

સુરત મનપાએ દૂષિત પાણીને વર્ષ 2035 સુધીમાં શુદ્ધ કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. આ શુદ્ધ પાણી ઉદ્યોગ ગૃહોને સપ્લાય કરાશે. ડુમસ સી ફેસ ડેવલપમેન્ટ માટે 153 કરોડઆરોગ્ય માટે 9 કરોડની જોગવાઈ કરાઈ છે.

શહેરમાં 16 નવા હેલ્થ સેન્ટર ઉભા કરાશે. સુરત દેશનું પહેલું ઈવી બીઆરટીએસ બસ સેવા આપનારું શહેર બનશે. 2025-26 દરમિયાન સુરત શહેરની સીટી અને બીઆરટીએસ બસોને ઈલેક્ટ્રીકમાં કન્વર્ટ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે.

જ્યારે સુરતમાં સ્વાસ્થ્ય સેવા હેઠળ સ્વસ્થ મહિલાસ્વસ્થ સમાજ’ અંતર્ગત 5 લાખથી વધુ મહિલાઓનું ગર્ભાશયના સર્વાઇકલ કેન્સરબ્રેસ્ટ કેન્સર અને ઓરલ કેન્સરનું સ્ક્રિનિંગ અન્વયે 9,71,419 મહિલાઓનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું છે. જ્યારે 9,98,760 પુરુષોનું ઓરલ કેન્સરનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું છે.જે પૈકી 202 બ્રેસ્ટ કેન્સર323 ઓરલ કેન્સર અને 94 સર્વાઇકલ કેન્સરનું નિદાન કરી સારવાર હેઠળ મૂકવામાં આવ્યા હોવાની માહિતી બજેટ દરમિયાન આપવામાં આવી હતી.

Advertisment

સુરત મનપાએ 2024-25માં કુલ 5280 કરોડની આવક મેળવી હતીતેની સામે વર્ષ 2025-26માં 5510 કરોડની આવકનો અંદાજ રજૂ કરાયો છે. તે પૈકી ઓક્ટ્રોયની અવેજીમાં સરકાર તરફથી મળતી ગ્રાન્ટ 1025 કરોડજનરલ ટેક્સ 889 કરોડયુઝર ચાર્જ 1245 કરોડવાહન વેરો 160 કરોડવ્યવસાય વેરો 180 કરોડનોન ટેક્સ રેવન્યુ 1625 કરોડરેવન્યૂ ગ્રાન્ટસબસીડી અને કોન્ટ્રીબ્યુશન 229 કરોડ તેમજ અન્ય આવક 157 કરોડની થશે તેવો અંદાજ મુકાયો છે.

Advertisment
Latest Stories