/connect-gujarat/media/member_avatars/2025/04/19/2025-04-19t062118449z-aaaa.jpg )
New Update
બોક્સ ક્રિકેટનો શેડ તૂટવાનો મામલો
મનપાનું તંત્ર આવ્યું હરકતમાં
બિનઅધિકૃત ધમધમતા હતા શેડ
મનપાએ ફટકારી હતી નોટિસ
7 શેડને મનપાએ કર્યા સીલ
સુરતમાં બોક્સ ક્રિકેટનો શેડ ધરાશાયી થવાની ઘટના બની હતી. બનાવને પગલે અફરાતફરીનો માહોલ સર્જાય ગયો હતો.જોકે આ ઘટના બાદ નીંદરમાંથી જાગેલા તંત્રએ બિનઅધિકૃત 7 ક્રિકેટ બોક્સને સીલ કર્યા છે.
સુરત શહેરના કતારગામ વિસ્તારમાં રામકથા રોડ પર ધ ડોટ બોલ બોક્સ ક્રિકેટનો શેડ હતો.આ શેડમાં ક્રિકેટ પ્રેમીઓ ક્રિકેટ રમવા માટે આવતા હતા. પરંતુ અચાનક આ શેડ ધરાશાયી થયો હતો. આ ઘટના બાદ મહાનગરપાલિકા દ્વારા બિનઅધિકૃત રીતે કાર્યરત 7 ક્રિકેટ બોક્સને સીલ મારી દેવામાં આવ્યું છે. કતારગામ ઝોનમાં 7 ક્રિકેટ બોક્સને પાલિકા દ્વારા અગાઉ નોટિસ ફટકારવામાં આવી હતી.પરંતુ સંચાલકો દ્વારા કોઈ કામગીરી નહી કરાતા સીલની કાર્યવાહી કરવામાં આવી છે.
Related Articles
Latest Stories
/connect-gujarat/media/media_files/2025/07/13/choco-2025-07-13-18-26-54.jpg)
LIVE