સુરત : શહેરમાં હોળીની પૂર્વ સંધ્યાએ નશાકારક વસ્તુઓની હોળી પ્રગટાવીને લોકોને વ્યસન મુક્ત રહેવા કરાઈ અપીલ

હોલિકા દહન પર્વ નિમિતે વ્યસન મુક્તિ જાગૃતિ અભિયાનમાં ભાગરૂપે ગુટકા માવાની હોળી દહન કરીને લોકોને વ્યસન મુક્ત રહેવા માટેનો સંદેશો આપવામાં આવ્યો

New Update
  • વ્યસન મુક્તિ જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

  • નશાકારક વસ્તુઓની પ્રગટાવી હોળી

  • હોળીમાં નશીલા પદાર્થનું કરાયું દહન

  • ગુટકા માવાની કરાઈ હોળી

  • યુવાવર્ગને વ્યસનથી દૂર રહેવા કરાઈ અપીલ  

Advertisment

સુરત શહેરમાં વ્યસન મુક્તિ જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં હોળીની પૂર્વ સંધ્યાએ નશાકારક વસ્તુઓની હોળી પ્રગટાવવામાં આવી હતી,અને લોકોને વ્યસન મુક્ત રહેવાનો સંદેશો પાઠવવામાં આવ્યો હતો.

સુરત શહેરમાં શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ  અને શ્રી સુ - સંસ્કાર દીપ યુવા મંડળ દ્વારા વ્યસન મુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં હોળીની પૂર્વ સંધ્યાએ વ્યસન મુક્તિ જાગૃતિ માટે નશીલા પદાર્થોનું દહન કરીને લોકોને વ્યસન મુક્ત રહેવા માટે અપીલ કરવામાં આવી હતી. હોલિકા દહન પર્વ નિમિતે વ્યસન મુક્તિ જાગૃતિ અભિયાનમાં ભાગરૂપે ગુટકા માવાની હોળી દહન કરીને લોકોને વ્યસન મુક્ત રહેવા માટેનો સંદેશો આપવામાં આવ્યો હતો.

Advertisment
Latest Stories