સુરત : ગાંધી જયંતિ નિમિત્તે બારડોલીના ખાદી ભંડાર કેન્દ્રની સી.આર.પાટીલે લીધી મુલાકાત…

ગાંધી જયંતિ હોય જેથી લોકો ખાદી માટે પ્રેરાય તે હેતુ સાથે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ખાદીની ખરીદી પણ કરી હતી

New Update
સુરત : ગાંધી જયંતિ નિમિત્તે બારડોલીના ખાદી ભંડાર કેન્દ્રની સી.આર.પાટીલે લીધી મુલાકાત…

ગાંધી જયંતિ નિમિત્તે બારડોલી ખાતે યોજાયો કાર્યક્રમ

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ રહ્યા ઉપસ્થિત

ખાદી ભંડાર કેન્દ્ર ખાતે પ્રદેશ અધ્યક્ષે લીધી મુલાકાત

ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ આજે ગાંધી જયંતિ નિમિત્તે સુરત જિલ્લાના બારડોલી ખાતે આયોજિત વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ આજે ગાંધી જયંતિ નિમિત્તે સુરત જિલ્લાના બારડોલી ખાતે આયોજિત વિવિધ કાર્યક્રમોમાં મહેમાન બન્યા હતા. તેઓએ સાંકરી મુકામે સુમુલ ડેરીના કાર્યક્રમમાં હાજરી આપી હતી. ત્યારબાદ બારડોલીના ધુલિયા ચોકડી સ્થિત ખાદી ગ્રામ ઉદ્યોગની મુલાકાત લીધી હતી.

ગાંધી જયંતિ હોય જેથી લોકો ખાદી માટે પ્રેરાય તે હેતુ સાથે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ખાદીની ખરીદી પણ કરી હતી. બારડોલીના ખાદી ભંડાર કેન્દ્ર ખાતે દર વર્ષે ગાંધી જયંતિએ વિશેષ આયોજન કરાય છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો ખાડીના વસ્ત્રની ખરીદી કરે છે. જેથી ભાજપ પ્રદેશ અધ્યક્ષે પણ ખાદીની ખરીદી કરી કાર્યકરોને પણ ખાદીના વસ્ત્ર ખરીદવાનો આગ્રહ કર્યો હતો. આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં ભાજપના કાર્યકર્તાઓને ખાદી ખરીદવા અહવાન કર્યું હતું.

Latest Stories