સુરત : સિવિલમાંથી નવજાત બાળકની ઉઠાંતરી કરનાર મહિલાની પોલીસે ધરપકડ કરીને ધુલકા ફૂલને હેમખેમ માતાને સોંપ્યુ

સુરત સિવિલ હોસ્પિટલના સ્ટેમસેલ બિલ્ડિંગમાં એક ચોંકાવનારો બનાવ બન્યો હતો.21 માર્ચને શુક્રવારે રાત્રે હોસ્પિટલના ડિલિવરી રૂમમાંથી એક નવજાત બાળકની ચોરી થયાની ઘટના સામે આવી હતી.

New Update
  • નવી સિવિલમાંથી  નવજાત બાળકની ઉઠાંતરીનો મામલો

  • મહિલા આરોપીની ડિંડોલીથી ધરપકડ

  • માસુમ નવજાતને સુરક્ષિત હાલતમાં પોલીસે કરાવ્યુ મુકત

  • સીસીટીવી ફુટેજની મદદથી પોલીસ મહિલાના ઘર સુધી પહોંચી

  • માસુમ બાળકના અપહરણ કેસમાં પોલીસે તપાસ કરી તેજ

Advertisment

સુરત સિવિલ હોસ્પિટલના સ્ટેમસેલ બિલ્ડિંગમાં એક ચોંકાવનારો બનાવ બન્યો હતો.21 માર્ચને શુક્રવારે રાત્રે હોસ્પિટલના ડિલિવરી રૂમમાંથી એક નવજાત બાળકની ચોરી થયાની ઘટના સામે આવી હતી.જોકે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને બાળકની ઉઠાંતરી કરનાર મહિલાની ધરપકડ કરીને નવજાતને મુક્ત કરાવી માતાને સોંપ્યું હતું.

સુરતના પાંડેસરા બમરોલી રોડ ખાતે આવેલ ગોવર્ધન નગરમાં 23 વર્ષીય સંધ્યા ધીરજ શુક્લા પરિવાર સાથે રહે છે. શુક્રવારે સવારે સંધ્યાને પ્રસૂતિનો દુખાવો ઉપડ્યો હતોજેથી પરિવારજનો તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યાં હતાંજ્યાં સ્ટેમસેલ બિલ્ડિંગમાં તેને દાખલ કરવામાં આવી હતી. દરમિયાન સાંજના સમયે સંધ્યાએ બાળકને જન્મ આપ્યો  હતો.બાદમાં બાળક અને સંધ્યાને બિલ્ડિંગમાં બીજા માળે વધુ સારવાર માટે દાખલ કરાયા હતા.

હોસ્પિટલના CCTV ફૂટેજમાં એક અજાણી મહિલા બાળકની માતા પર લગભગ 3 કલાક સુધી નજર રાખતી જોવા મળી હતી. ત્યારબાદ તે સાવચેતીપૂર્વક બાળકને હોસ્પિટલની બહાર લઈ જતી કેમેરામાં કેદ થઈ હતી. સીસીટીવીના આધારે પોલીસ નવાગામ મહિલાના ઘરે પહોંચી હતી અને બાળકને હેમખેમ પરત લાવવામાં આવ્યું હતું. બાળક મળી આવતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોતાનું બાળક સુરક્ષિત પરત મળી જતા માતાપિતાએ રાહતનો શ્વાસ લીધો હતો અને પોલીસનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

Advertisment
Latest Stories