Connect Gujarat
સુરત 

સુરત : વૈભવી કારમાં ડ્રગ્સની હેરાફેરી કરતાં 3 આરોપીની પોલીસે કરી ધરપકડ

નો ડ્રગ્સ ઇન સુરત અભિયાન અંતર્ગત પોલીસ દ્વારા છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સના વેપાર સાથે સંકળાયેલા ઈસમો પર તવાઈ બોલાવવામાં આવી રહી છે

X

સુરત ક્રાઈમ બ્રાન્ચે પુણાગામ કાંગારુ સર્કલ પાસેથી ફોરવ્હીલર ગાડીમાં ગેરકાયદેસર મેફેડ્રોન નાર્કોટિક્સ ડ્રગ્સના 60 ગ્રામના 6 લાખથી વધુના ડ્રગ્સ સાથે ત્રણ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

નો ડ્રગ્સ ઇન સુરત અભિયાન અંતર્ગત પોલીસ દ્વારા છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સના વેપાર સાથે સંકળાયેલા ઈસમો પર તવાઈ બોલાવવામાં આવી રહી છે ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા MD ડ્રગના મુદ્દામાલ સાથે વધુ ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણેય આરોપીઓ પોલીસને શંકા ન જાય એટલા માટે મોંઘી દાટ એવી ફોર્ચ્યુનર કારમાં MD ડ્રગ્સની હેરાફેરી કરતા હતા અને ડ્રગ્સનો ખૂબ ઓછો જથ્થો પોતાની સાથે મુંબઈથી લાવીને સુરતમાં અલગ અલગ જગ્યા પર તેનું વેચાણ કરતા હતા.સુરત ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે 19 જુલાઈના રોજ અજુરુદ્દીન ઉર્ફે અજજુ નામનો એક વ્યકિત ફોર્ચ્યુનર કારમાં પ્રતિબંધિત એવા MD ડ્રગ્સનો જથ્થો લઈને તેના મિત્રો સાથે પુણાગામ કાંગારુ સર્કલ નજીકથી પસાર થવાનો છે. તેથી પોલીસે બાતમીના આધારે પુણાગામ કાંગારૂ સર્કલ પર વોચ ગોઠવી બાતમીવાળી કાર જ્યારે રસ્તા પરથી પસાર થઈ ત્યારે કાર ઊભી રખાવી કારની અંદર તપાસ કરતા ક્રાઈમ બ્રાન્ચને 60.73 ગ્રામ ડ્રગ્સનો મુદ્દામાલ મળી આવ્યો હતી.પોલીસે ડ્રગ્સના મુદ્દામાલ સાથે આરોપી અબ્દુલ રહેમાન પઠાણ, મોહમ્મદ હારુનની ધરપકડ કરી હતી. પોલીસે 6,7,300 રૂપિયાના MD ડ્રગ્સ ત્રણ મોબાઈલ અને ફોર્ચ્યુનર કાર સાથે કુલ 26,19,800 રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કર્યો છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે ડ્રગ્સની હેરાફેરી કરતા પકડાયેલા અજજુ સામે અગાઉ સુરતના ઉમરા અને ચોક બજાર પોલીસ સ્ટેશનમાં એક એક અને લાલગેટ પોલીસ સ્ટેશનમાં ત્રણ ગુના નોંધાયા છે. પોલીસની પૂછપરછમાં આરોપીએ કબુલાત કરી છે કે, તે મુંબઈથી થોડી થોડી માત્રામાં ડ્રગ્સની ખરીદી કરીને સુરત લાવતો હતો અને ત્યારબાદ એક એક ગ્રામ ડ્રગ્સ સુરતના અલગ અલગ વિસ્તારમાં પોતાના ગ્રાહકોને છૂટકમાં વેચાણ કરતો હતો.

Next Story