-
ઉત્રાણ પોલીસે વ્યાજખોરો સામે ગુનો નોંધ્યો
-
હીરા કારખાનેદારે 21.50 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા
-
મકાન અને પ્લોટ સિક્યુરીટી પેટે લખાવી લીધા હતા
-
ફરિયાદીએ 23 લાખ રૂપિયા ચૂકવી દીધા હતા
-
વ્યાજખોરો 1.50 કરોડની માંગણી કરતા હતા
-
પોલીસે ત્રણ આરોપીઓની કરી ધરપકડ
સુરતના ઉત્રાણમાં હીરા કારખાનેદારને વ્યાજખોરોએ ધાકધમકી આપીને માનસિક ત્રાસ આપતા હતા,આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી,અને પોલીસે ત્રણ વ્યાજખોરોની ધરપકડ કરી હતી.
સુરતના ઉત્રાણમાં રહેતા હીરા કારખાનેદાર દ્વારા રૂપિયા 21.50 લાખ વ્યાજે લેવામાં આવ્યા હતા,જેની સામે વ્યાજખોરોએ તેઓનું મકાન અને પ્લોટ સિક્યુરિટી પેટે લખાવી દીધું હતું,અને કારખાનેદારે લીધેલા રૂપિયા સામે તેઓએ 23 લાખ રૂપિયા ચૂકવી દીધા હતા,જોકે તેમ છતાં વ્યાજખોરો રૂપિયા 1.50 કરોડની ઉઘરાણી કરીને ધાકધમકી આપતા હતા.અને મારવાની પણ ધમકી આપતા હતા,જે માનસિક ત્રાસથી કંટાળીને હીરા કારખાનેદારે ત્રણ વ્યાજખોરો ભરત દેસાઈ,અશોક ખટાણા અને ગોપાલ દેસાઈની સામે ઉત્રાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસે તેઓની ફરિયાદને આધારે ત્રણેય વ્યાજખોરોની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.