/connect-gujarat/media/post_banners/dceef57566b3298a51df89394d2bbdabaa0854368a033bb8d951ba6613fc80e5.jpg)
વ્યાજખોરો સામે સુરત પોલીસની લાખ આંખ
નવા વર્ષના 10 દિવસમાં કરાયા 103 કેસ
73 આરોપી સામે હાથ ધરાય કાર્યવાહી
કાપડ નગરી સુરતમાં પોલીસે વ્યાજખોરો સામે તવાઈ બોલાવી છે અને 10 જ દિવસમાં 103 કેસ દાખલ કરી 73 આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ગૃહમંત્રીના હુંકાર બાદ સમગ્ર રાજ્યની પોલીસ એક્શન મોડમાં આવી છે. પોલીસ દ્વારા વ્યાજખોરો સામે લાલ આંખ કરવામાં આવી છે. પોલીસે લીધેલા પગલા અંગે સુરત પોલીસ કમિશનરે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં કહ્યું હતું કે, ગૃહ રાજ્ય મંત્રીએ કાર્યવાહી કરવા સૂચન કર્યું હતું. જેથી પઠાણી ઉઘરાણી કરનારા અને માનસિક ત્રાસ આપનાર સામે કાર્યવાહી કરવામાં આવી છે.2022 માં વ્યાજખોરો ના 53 કેસો કરાયા જેમાં 73 આરોપી સામે કાર્યવાહી કરાઈ હતી.ત્યારે નવા વર્ષ ના 10 જ દિવસ માં 103 કેસો કરાયા છે.85 આરોપીની ધરપકડ કરી કાર્યવાહી કરાઈ છે. એક જ દિવસ માં 49 કેસો દાખલ કરી 34 ની અટકાયત કરાઈ છે. પાંચથી 15 ટકા વ્યાજ વસૂલતા વ્યાજખોરોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે સુરતના ઝોન પાંચમાં 30 ગુના દાખલ કર્યાં છે.સુરત શહેરમાં ક્રાઈમ બ્રાન્ચે છેલ્લા બે દિવસમાં 16 વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરી છે. સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે અલગ અલગ ટીમ બનાવી શહેરના અલગ અલગ વિસ્તારમાં ગેરકાયદે ઉચું વ્યાજ વસુલતા 16 જેટલા વ્યાજખોરોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે.