સુરત: સંત શિરોમણી શ્રી જલારામ બાપાની 225મી જન્મજ્યંતિ પ્રસંગની ઉજવણીની તૈયારીઓ શરુ

રામ નામ મે લીન હૈ દેખદ સબ મે રામ...તાકે પદ વંદન કરું જય જય જલારામ...પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી જલારામ બાપાની 225મી જન્મજયંતિની સુરત શહેરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી

New Update
Advertisment
  • સુરતમાં સંત શ્રી જલારામ બાપાના જન્મદિનની થશે ઉજવણી

  • લસકાણા ખાતે શ્રી જલારામ મંદિરમાં કરાશે ઉજવણી 

  • ભવ્ય શોભાયાત્રા સહિત વિવિધ ધાર્મિક કાર્યકમો યોજાશે 

  • બાપાની જન્મજયંતિ પ્રસંગની ઉજવણીની તડામાર તૈયારીઓ 

  • મહાપ્રસાદી સહિત નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું પણ કરાયું છે આયોજન  

Advertisment

 સુરતના લસકાણા ડાયમંડ નગર ખાતે આવેલા જલારામ ધામ મંદિર ખાતે બાપાની 225મી જન્મજયંતિ પ્રસંગની ધર્મભીની ઉજવણી કરવામાં આવશે,આ પ્રસંગે ભવ્ય શોભાયાત્રાઅન્નકૂટ દર્શન,મહા આરતી તેમજ સંતવાણી ડાયરો અને મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

રામ નામ મે લીન હૈ દેખદ સબ મે રામ...તાકે પદ વંદન કરું જય જય જલારામ...પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી જલારામ બાપાની 225મી જન્મજયંતિની સુરત શહેરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ કારતક સુદ સાતમ તારીખ નવેમ્બર 2024 ના રોજ સુરત શહેરમાં જલારામ બાપાની 225મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી થશે.કામરેજ લસકાણા મેઈન રોડ ડાયમંડ નગરની સામે આવેલા જલારામ ધામ મંદિરે જલારામ બાપાની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.જેની હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

જલારામ ધામ અન્નપૂર્ણા અન્નક્ષેત્ર શ્રી શાંતાબેન દયાળજીભાઇ કોટક ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ધનવાન કોટક અને પ્રમુખ મીના કોટકએ જણાવ્યું હતું કે જલારામ ધામ મંદિર ખાતે જલારામ બાપાની 225મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી થશે. સવારે 10 વાગ્યે વરાછા રોડ હીરાબાગ પાસે આવેલી ઉર્મિ સોસાયટી ખાતેથી પાલખી શોભાયાત્રા નીકળશે.

જે જલારામ ધામ મંદિર લસકાણા પહોંચશે જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભકતો જોડાશે. આ ઉપરાંત મંદિર ખાતે સવારે 10 વાગ્યે પૂજા વિધિઅન્નકૂટ દર્શનસંધ્યા આરતી સાંજે 6.30 કલાકે અને રાતે 10 કલાકે ભવ્ય સંતવાણી ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.તેમજ સવારે 10 કલાકે ભોજન પ્રસાદ શરૂ થશે,જે રાતે 12 વાગ્યા સુધી ચાલશે.

આ ઉપરાંત મંદિર ખાતે વિના મૂલ્યે ફ્રીમાં મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તમામ રોગના દર્દીઓને ફ્રીમાં હેલ્થ તપાસ કરી આપવામાં આવશે અને શક્ય હોય એટલી મેડિકલ દવા પણ વિના મૂલ્યે આપવામાં આવશે.અને મોટી સંખ્યામાં ડોકટરો ઉપસ્થિત રહીને સેવા આપશે.

Latest Stories