સુરત : કાપોદ્રામાં હાર્ટ એટેકના ખોટા રિપોર્ટ જનરેટ કરી 5 કરોડનો વીમો પકવવાનું રેકેટ ઝડપાયું,બે મહિલા સહિત 10 સામે ફરિયાદ

સુરતની પી.પી.સવાણી અને નાના વરાછાની ડાયમંડ હોસ્પિટલમાં સારવાર લીધા વિના હોસ્પિટલના સિક્કા, બોગસ કાર્ડિયોગ્રામ અને તબીબોની બોગસ સહીથી 5 વીમા કંપનીઓમાં 5.27 કરોડનો કલેઇમ કરવાનું રેકેટ ઝડપાયું છે

New Update
  • મેડિક્લેઇમ મેળવવા માટેનું કારસ્તાન

  • હોસ્પિટલમાં દાખલ થઈને ભેજાબાજોનું કૃત્ય

  • 5 વીમા કંપનીમાં ક્લેઇમ કરતા સમગ્ર ઘટના બહાર આવી

  • 5.27 કરોડનો ક્લેઇમ કરવાનું કૌભાંડ ઝડપાયું

  • બે મહિલા સહિત 10 સામે નોંધાઈ પોલીસ ફરિયાદ

સુરતના કાપોદ્રાની પી.પી.સવાણી અને નાના વરાછાની ડાયમંડ હોસ્પિટલમાં સારવાર લીધા વિના હોસ્પિટલના સિક્કાબોગસ કાર્ડિયોગ્રામ અને તબીબોની બોગસ સહીથી 5 વીમા કંપનીઓમાં 5.27 કરોડનો કલેઇમ કરવાનું રેકેટ ઝડપાયું છેજેમાં કાપોદ્રા પોલીસે 2 મહિલા સહિત 10 જણા સામે ગુનો દાખલ કર્યો છે.

સુરતની હોસ્પિટલોમાં દાખલ થઈને વીમો પકાવવાનું કૌભાંડ બહાર આવતા ખળભળાટ મચી ગયો છે.કાપોદ્રાની પી.પી.સવાણી અને નાના વરાછાની ડાયમંડ હોસ્પિટલમાં સવાર લીધા વગર હોસ્પિલટના સિક્કા,બોગસ કાર્ડિયોગ્રામ અને તબીબોની બોગસ સહીથી 5 વીમા કંપનીઓમાં 5.27 કરોડનો ક્લેઇમ કરવાનું રેકેટ બહાર આવ્યું છે.

જેમાં વીમા કંપનીના ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં આખી ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો. હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટરની બે અલગ અલગ ફરિયાદ પર કાપોદ્રા પોલીસે બે મહિલા સહિત 10 ભેજાબાજો સામે ગુનો દાખલ કર્યો હતો.

નાના વરાછાની ડાયમંડ હોસ્પિટલ અને કાપોદ્રાની પી.પી.સવાણી હોસ્પિટલમાં 2 મહિલા સહિત 10 જણાએ 5 અલગ અલગ વીમા કંપનીમાં 5.27 કરોડનો કલેઇમ કર્યો હતો. જેમાં 10 દર્દી પૈકી 8 લોકો હોસ્પિટલમાં ઈમરજન્સીમાં આવ્યા હતા. તેમને તબીબે બ્લડ રિપોર્ટસોનોગ્રાફી કે કાર્ડિયોગ્રામની સલાહ આપી તો રજા લઈ જતા રહ્યા હતા.બ્લડ સેમ્પલથી હોસ્પિટલમાં રિપોર્ટ કઢાવી આ દર્દીઓએ સારવાર લીધી ન હોવા છતાં બોગસ ડોક્યુમેન્ટ ઉભા કરી વીમા કંપનીમાં કલેઇમ કર્યો હતો.

હાલ પોલીસે ઘટના અંગે ફરિયાદ નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે,જોકે ઘટનાને પગલે ભારે ચકચાર મચી ગઈ છે.

Read the Next Article

સુરત : ઉધના રેલવે સ્ટેશન પરથી ATSની ટીમે રૂ.1.59 લાખની ડુપ્લિકેટ ચલણી નોટો સાથે એક શખ્સની કરી ધરપકડ,કોર્ટે એક દિવસના રિમાન્ડ કર્યા મંજુર

સુરતના ઉધના રેલવે સ્ટેશન ખાતેથી અમદાવાદ ATSએ 500 રૂપિયાના દરની કુલ 1,59,500ની બનાવટી ચલણી નોટ સાથે એક શખ્સની ધરપકડ કરી હતી.

New Update
  • બનાવટી ચલણી નોટનો મામલો

  • આર્થિક તંત્રને ખોખલું કરવાનો મનસૂબો

  • ઉધના રેલવે સ્ટેશન પરથી ઝડપાય નોટ

  • ATSએ કરી એક શખ્સની ધરપકડ

  • કોર્ટે આરોપીને આપ્યા રિમાન્ડ મંજુર

સુરતના ઉધના રેલવે સ્ટેશન ખાતેથી અમદાવાદATS500રૂપિયાના દરની કુલ1,59,500ની બનાવટી ચલણી નોટ સાથે એક શખ્સની ધરપકડ કરી હતી.અને આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

સુરત ઉધના રેલવે સ્ટેશન ખાતેથી અમદાવાદ ATSએ 500 રૂપિયાના ડરની કુલ 1,59,500ની બનાવટી ચલણી નોટો સાથે એક આરોપીની ધરપકડ કરી હતી.પોલીસે બનાવટી નોટોની હેરફેર કરતા ગુનાહિત રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં પશ્ચિમ બંગાળના એક વોન્ટેડ આરોપીનું પણ નામ ખુલતા સમગ્ર કાવતરાના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ આરોપીને સુરત કોર્ટમાં રજૂ કરી10દિવસના રિમાન્ડની માંગ કરાઈ હતી,પરંતુ કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

અમદાવાદATSને મળેલી બાતમી અનુસાર સુરતના માંકણા ગામ ખાતે રહેતા સત્યનારાયણ દેવીલાલ તેલી નામનો એક શખ્સ પશ્ચિમ બંગાળ ખાતેથી500રૂપિયાના દરની મોટી માત્રામાં બનાવટી ચલણી નોટ લાવી રહ્યો હતો. તેનો મુખ્ય ઇરાદો આ નકલી નોટોને બજારમાં અસલી નોટો તરીકે ચલણમાં ફરતી કરવાનો હતો.