સુરત : ખોટા ક્રેડિટ કાર્ડથી નામાંકિત હોટલોમાં રૂ. 3.69 લાખનું પેમેન્ટ કરી છેતરપિંડી આચારતા ભેજાબાજની ધરપકડ...

New Update
સુરત : ખોટા ક્રેડિટ કાર્ડથી નામાંકિત હોટલોમાં રૂ. 3.69 લાખનું પેમેન્ટ કરી છેતરપિંડી આચારતા ભેજાબાજની ધરપકડ...


વિવિધ હોટલો સાથે રૂ. 3.69 લાખની છેતરપિંડીનો મામલો

હોટલોમાં રૂમ બુક કરાવી ખોટા ક્રેડિટ કાર્ડથી કરતાં પેમેન્ટ

સાઇબર ક્રાઇમ પોલીસ દ્વારા યોગેશ બંસલની ધરપકડ કરાય

સુરત શહેર તથા જીલ્લામાં છેલા ઘણા સમયથી સાઇબર ક્રાઇમના ગુન્હામાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે સાઇબર ક્રાઇમ પોલીસે આવા ગુન્હામાં વધુ એક આરોપીની ધરપકડ કરી છે. સુરત સાઇબર ક્રાઇમ પોલીસે યોગેશ બંસલ નામના ઈસમની ધરપકડ કરી છે. આરોપી યોગેશ બંસલ શહેરમાં અલગ-અલગ વ્યક્તિઓના ક્રેડિટ કાર્ડની માહિતી મેળવી છેતરપિંડી કરતો હતો.

જેમાં શહેરની અલગ-અલગ હોટલમાં રૂમ બુક કરાવી તેમનું પેમેન્ટ ખોટા ક્રેડિટ કાર્ડ દ્વારા કરી રૂ. 3.69 લાખની છેતરપિંડી આચરવામાં આવતી હતી. આરોપી વિરુદ્ધ સુરતની 2 નામાંકિત હોટલો દ્વારા સાઇબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરતાં યોગેશ બંસલ નામના શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories