Connect Gujarat
સુરત 

સુરત : મહિધરપુરામાં થયેલ રૂ. 1.46 કરોડની લૂંટ મામલે પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી...

સુરત શહેરના મહિધરપુરા વિસ્તારમાં આવેલ કંસારા શેરીમાંથી થયેલ રૂપિયા 1.46 કરોડની લૂંટ ચલાવી અજાણ્યા ઇસમો ફરાર થઈ ગયા હતા

X

સુરત શહેરના મહિધરપુરા વિસ્તારમાં આવેલ કંસારા શેરીમાંથી થયેલ રૂપિયા 1.46 કરોડની લૂંટ ચલાવી અજાણ્યા ઇસમો ફરાર થઈ ગયા હતા, ત્યારે આ મામલે પોલીસે ટીપ આપનાર આરોપી સહિત 2 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, વરાછા ખાતે રહેતા સોનાના વેપારીએ અમરેલીના વેપારી પાસે 4 કિલો 300 ગ્રામ સોનુ મંગાવીને સુરતના મહિધરપુરા વિસ્તારમાં આવેલ મૂન સ્ટાર જ્વેલર્સના વેપારીને વેચીને રૂપિયા 1.64 કરોડ રોકડા લીધા હતા. આ સમગ્ર વ્યવહાર અંગે અમરેલીના વેપારીના મિત્ર કે જેઓ સુરત ખાતે તેમનું કામ સંભાળે છે. તેમને આ અંગે તમામ જાણકારી હતી અને આ તમામ જાણકારી વરાછાની દુકાનમાં કામ કરતા કર્મચારીને પણ ખબર હતી. જેથી તેણે તેના મિત્રો સાથે મળીને આ લૂંટને અંજામ આપવાનો પ્લાન કર્યો હતો. જેમાં મિતેશ સાથે લૂંટ કરવા માટે અન્ય આરોપી તોસીફ સૈયદ, રાજ અને શનિ કંથારીયા તેમજ અન્ય એક ઇસમને આ લૂંટનો પ્લાનમાં જોડ્યા હતા, ત્યારે પ્લાન મુજબ આ ઘટનાનો માસ્ટરમાઈન્ડ મિતેશસિંહ સાથે જ મૂન સ્ટાર જ્વેલર્સમાં રૂપિયા લેવા ગયો હતો, જ્યાંથી સોનાનું વેચાણ કર્યા બાદ રોકડા 1.64 કરોડ રૂપિયા 2 અલગ અલગ બેગમાં ભરીને તેઓ ત્યાંથી નીકળ્યા હતા, ત્યારે કંસારા શેરી પાસે અગાઉથી ઘડેલ પ્લાન મુજબ અન્ય 2 આરોપીઓ મોપેડ પર આવીને આ બન્નેને ચપ્પુ બતાવીને તેમની પાસે રહેલ રોકડ ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસે લૂંટનો ગુન્હો નોંધી 3 આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story