સુરત : SMC ફૂડ વિભાગ દ્વારા દરેક ઝોનમાં મરી મસાલાના સેમ્પલ લેવાયા, મસાલામાં ભેળસેળ વિરુધ્ધ ફૂડ વિભાગ કરશે કાર્યવાહી

ફૂડ વિભાગ દ્વારા મરી મસાલા સેન્ટરો પર દરોડા તમામ મસાલાના સેમ્પલોના રિપોર્ટ 14 દિવસમાં આવશે

New Update
સુરત : SMC ફૂડ વિભાગ દ્વારા દરેક ઝોનમાં મરી મસાલાના સેમ્પલ લેવાયા, મસાલામાં ભેળસેળ વિરુધ્ધ ફૂડ વિભાગ કરશે કાર્યવાહી

સુરત પાલિકાના ફૂડ વિભાગ દ્વારા આજરોજ મરી મસાલા વેચનારા પર તવાઈ હાથ ધરવામાં આવી છે . શહેરના વિવિધ સ્થળો પરથી મરી મસાલાનાં સેમ્પલો લેવામાં આવ્યા છે..

હવે મસાલાની સિઝન શરૂ થઈ છે ત્યારે સુરત પાલિકાના ફુડ સેફ્ટી ઓફિસરોએ શહેરના વિવિધ કેન્દ્રો પર તપાસ હાથ ધરી મસાલાના સેમ્પલ એકત્ર કર્યા હતા. કેન્દ્રો દ્વારા જે મસાલા વેચાઈ રહ્યા છે તે આરોગ્યની દ્રષ્ટિએ નુકસાનકારક તો નથી તે તપાસવા માટે આરોગ્ય વિભાગના ફુડ સેફટી ઓફિસરો દ્વારા શહેર સહિતના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં જેને પૃથ્થકરણ માટે પાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી અપાયા છે.

આ નમૂનાનો રિપોર્ટ આવતા લગભગ બે સપ્તાહ જેટલો સમય લાગશે. અને જો કોઈ સેમ્પલમાં ભેળસેળ ધ્યાનમાં આવશે તો તેના વિરુદ્ધ સુરત મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. જો કે, હવે પાલિકાની પોતાની લેબ હોવા છતાં સમયગાળામાં કોઈ જ નોંધપાત્ર ફરક પડ્યો નથી.

Latest Stories