સુરત: રનબીર કપૂરને જોવા ઉમટેલી ભીડમાં નાશભાગ થતાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા

રણબીરને જોવા આવેલા લોકોના ધસારાને લીધે લોખંડના બેરિકેડિંગ તોડીને લોકો એક પર એક ચડી ગયા

New Update
સુરત: રનબીર કપૂરને જોવા ઉમટેલી ભીડમાં નાશભાગ થતાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા

સુરતમાં એક જ્વેલર્સના ઉદ્ઘાટનમાં ફિલ્મ અભિનેતા રણબીર કપૂરને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેને લઈને તેને મોટી સંખ્યામાં લોકો જોવા આવ્યા હતા. ભીડ એટલી હતી કે ભાગદોડ મચી ગઈ હતી. જેના કારણે અનેક બાળકો દબાયા હતા અને ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનામાં બાળકો સહિત અનેક લોકો ઘાયલ થયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. જેમાં નાના બાળકોને પણ ગંભીર ઇજાઓ પહોંચી હોવાની માહિતી સામે આવી છે.


આ કાર્યક્રમમાં રણબીરને જોવા આવેલા લોકોના ધસારાને લીધે લોખંડના બેરિકેડિંગ તોડીને લોકો એક પર એક ચડી ગયા હતા, જેના કારણે આ ઘટના બની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.આ જ્વેલર્સના ઉદ્ઘાટનમાં રણબીર કપૂરની સિક્યોરિટીમાં 50 પોલીસ અને 40 પ્રાઇવેટ ગાર્ડને રાખવામાં આવ્યા હતા. આમ છતાં પણ આ મોટી ઘટના સામે આવતા રણબીર કપૂર પરફોર્મન્સ આપ્યા વિના જ જવા એરપોર્ટ રવાના થઈ ગયો હતો

Latest Stories