/connect-gujarat/media/post_banners/dfeb9fd6cdabaaef5755a061b85fa2805b4e0a6bd6bbe1ee4354ab8cb6535769.jpg)
કોરોનાની વૈશ્વિક મહામારીમાં અનેક લોકોના અકાળે અવસાન થયા હતા ત્યારે સુરતના જહાંગીરપૂરા વિસ્તારમાં આવેલ કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ ખાતે પણ અનેક લોકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના આત્માની શાંતિ માટે કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ ટ્રસ્ટ પરિવાર દ્વારા તારીખ 19થી 25 ડિસેમ્બર સુધી શ્રી મદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જાણીતા કથાકાર પ્રફુલ્લ શુક્લ કથાનું અમૃતમય વાણીમાં રસપાન કરાવી રહ્યા છે. કથાના અંતે પિતૃ તર્પણ પણ કરવવામાં આવી રહી રહયું છે. કથા વિરામના એક દિવસ અગાઉ કથા પ્રસંગે સુરત મહાનગર પાલિકાના કોર્પોરેટર કૃણાલ સેલર,સામાજિક અગ્રણી નંદલાલ પંડ્યા,કમલેશ સેલર,સમીર વ્યાસ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કથા શ્રવણનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી.