-
પાંડેસરા વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરાય
-
નકલી જનસેવા મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલનો પર્દાફાશ
-
ફાયર વિભાગ દ્વારા હોસ્પિટલને સીલ કરી નોટિસ અપાય
-
હોસ્પિટલ નકલી અને તબીબો બોગસ હોવાનું સામે આવ્યું
-
મનપાની કાર્યવાહીના પગલે ઝોલાછાપ તબીબોમાં ફફડાટ
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા નકલી જનસેવા મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, ફાયર વિભાગ દ્વારા હોસ્પિટલને સીલ કરી નોટિસ ફટકારવામાં આવી હતી.
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં ગત રવિવારે એક હોસ્પિટલનું ઉદ્ઘાટન થયું હતું, જ્યાં ‘‘જનસેવા’’ નામની મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી હતી. જોકે, આ હોસ્પિટલ નકલી અને તબીબો બોગસ હોવાનું બહાર આવતા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.
આરોગ્ય વિભાગના ઢીલા વલણ અને ઢીલી કામગીરીના કારણે જ સુરત જેવા શહેરમાં નકલી તબીબો નિર્ભયતાથી તેમના ક્લિનિક અને હોસ્પિટલ ચલાવી રહ્યા છે, ત્યારે મનપાના આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલને સીલ મારી દેવામાં આવી હતી.
આ સાથે જ માલિકો વિરુદ્ધ નોટિસ પણ ચોંટાડવામાં આવી હતી. જોકે, એક દિવસ પહેલાં જ હોસ્પિટલના સંચાલકોએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવા માટેની પ્રક્રિયા હાથ ધરી હતી.