સુરત : સોશિયલ મીડિયા પર કપડાં ધોવાના પાઉડરના નામે ડ્રગ્સ વેચતા પેડલરને દબોચી લેતી SOG

સુરતના અમરોલીના છાપરાભાઠા વિસ્તારમાંથી SOGએ ડ્રગ્સના વેપલાનો પર્દાફાશ કર્યો પોલીસે 236 ગ્રામ 'મ્યાઉ મ્યાઉ' (MD) ક્રિસ્ટલ ડ્રગ્સ સાથે જીલ ઠુંમર નામના યુવકની ધરપકડ કરી

New Update
  • નશીલા પદાર્થના વેપલાનો પર્દાફાશ

  • સોશિયલ મીડિયાના માધ્યમથી થતું વેચાણ 

  • કપડાં ધોવાના પાઉડરના નામે વેપલો

  • SOGએ ડ્રગ્સની બદીનો કર્યો પર્દાફાશ

  • પોલીસે ડ્રગ્સ પેડલરની કરી ધરપકડ   

સુરત SOGની ટીમે અમરોલીના છાપરાભાઠા વિસ્તારમાંથી ડ્રગ્સ પેડલરને દબોચી લીધો હતો,સોશિયલ મીડિયાના માધ્યમથી કપડાં ધોવાના પાઉડરના નામે મ્યાઉં મ્યાઉં ડ્રગ્સના વેપલાનો પોલીસે પર્દાફાશ કર્યો હતો.

સુરતના અમરોલીના છાપરાભાઠા વિસ્તારમાંથી SOGએ ડ્રગ્સના વેપલાનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે જીલ ઠુંમર નામના યુવકની ધરપકડ કરી તેની પાસેથી 236 ગ્રામ 'મ્યાઉ મ્યાઉ' (MD) ક્રિસ્ટલ ડ્રગ્સ ઝડપી પાડ્યું છેજેની બજાર કિંમત આશરે રૂપિયા 7 લાખ જેટલી થાય છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કેજીલ તેના 'આકા'ના કહેવા પર કમિશનની લાલચે આ ડ્રગ્સની ડિલિવરી કરવા માટે જઈ રહ્યો હતો. નવા વર્ષની પાર્ટીઓમાં આ ડ્રગ્સ સપ્લાય થાય તે પહેલા જ પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીને આરોપીને દબોચી લીધો હતો અને આ રેકેટના મૂળ સુધી પહોંચવા વધુ તપાસ હાથ ધરી છે.

બાતમીના આધારે પોલીસે અમરોલીના છાપરાભાઠા રોડ પર ગણેશનગર રો-હાઉસ પાસે વોચ ગોઠવી હતી. આ ઓપરેશન દરમિયાન પોલીસે 21 વર્ષીય જીલ ભુપતભાઇ ઠુંમરને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડ્યો હતોજેની પાસેથી મોટી માત્રામાં નશીલા પદાર્થનો જથ્થો મળી આવતા પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી. આશ્ચર્યની વાત એ છે કેઆરોપી જીલ ઠુમ્મર મેફેડ્રોન ડ્રગ્સ માટે નિરમાટાઈડ, 'OG' અને 'દવાજેવા કોડવર્ડ વાપરતો હતો.

પોલીસે જીલ ઠુંમરની ધરપકડ કરીને સઘન પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે જીલ કન્ટ્રક્શનની સાઇટના ધંધા સાથે સંકળાયેલો છે. અને પોતે પણ ડ્રગ્સનો આદિ છે,આ ઉપરાંત પોતાના મોજ શોખ પૂરા કરવા છેલ્લા આઠ માસથી ડ્રગ્સનો કારોબાર કરતો હતો. વધુમાં આ ઘટનામાં ડ્રગ્સની ડિલિવરી લેવા આવેલા હિતેશ રાણપરિયા અને ભરત લાઠીયા ફરાર થઇ ગયા હતા.

Latest Stories