સુરતમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મોબાઈલમાં ગેમ રમવા બાબતે પિતાએ ઠપકો આપતા સગીર પુત્રએ પિતાની ગળુ દબાવી હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી છે.
સ્માર્ટ ફોનનું યુવાનો પર એટલી હદે વળગણ થયું છે કે આજની પેઢી મોબાઈલ વગર જીવી શકે નહી તેવી માનસિકતા જોવા મળી રહી છે ત્યારે મોબાઈલના વધુ પડતા ઉપયોગને કારણે બાળકોની માનસિકતામાં મોટો બદલાવ આવી રહ્યો છે એવામાં માતા પિતા માટે લાલાબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં મોબાઈલમાં ગેમ રમવાની બાબતે ઠપકો આપતા પુત્રએ પિતાની નિર્મમ હત્યા નિપજાવી દેતા ચકચાર મચી ગયો છે.
સુરતના ઈચ્છાપોર ક્વાસ વિસ્તારમાં પિતાએ પુત્રને ગેમ રમવા બાબતે ઠપકો આપતા આવેશમાં આવેલા સગીર પુત્રએ પિતાની હત્યા ગળું દબાવીને હત્યા નિપજાવી દીધી હતી એટલું જ નહીં સમગ્ર હત્યાને આકસ્મિત મોતમાં પણ ખપાવવાનો પ્રયાસ કર્યો હતો, પરતું જ્યારે સમગ્રને લઈ મૃત પિતાની બોડીનું પોસ્ટ મોર્ટમ કરાતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. પુત્રએ આવેશમાં આવી 40 વર્ષીય પિતા અર્જુન સરકારની ગળું દબાવીને નિર્મમ હત્યા નિપજાવી દીધી હતી જે બાદ સમગ્ર હત્યાને આકસ્મિત મોતમાં ખપાવવાનો પણ પ્રયાસ કર્યો હતો પરતું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમમાં પુત્રની કરતૂત સામે આવી જતા માતાએ પુત્ર વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી જે બાદ પોલીસે આરોપી પુત્રની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.