સુમુલ ડેરીની મહત્વપૂર્ણ જાહેરાત
પશુપાલકો માટે કરવામાં આવી જાહેરાત
સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોમાં ખુશી
પશુપાલકો માટે બોનસની કરી જાહેરાત
કિલો ફેટે રૂ.120બોનસ આપવાની જાહેરાત
સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે સુમુલ ડેરીએ મહત્વની જાહેરાત કરી છે.સુમુલ ડેરીએ દૂધના ભાવમાં વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે પશુપાલકોને દૂધના ફેટ દીઠ રૂપિયા120મળશે, જયારે અગાઉ રૂપિયા115આપવામાં આવતા હતા.
સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે સુમુલ ડેરી દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, સુમુલ ડેરીએ પોતાના દૂધ ઉત્પાદક પશુપાલકોની આર્થિક સુખાકારી માટે આ નિર્ણય લીધો છે. સુમુલ ડેરી સાથે સંકળાયેલા સુરત અને તાપી જિલ્લાના આશરે2.50લાખ પશુપાલકોને આ નિર્ણયથી લાભ થશે.સુમુલ ડેરીએ ભાવ વધારો કર્યો, જેનાથી પશુપાલકોને મહત્ત્વની આર્થિક રાહત મળશે. દૂધના ભાવમાં વધારાનો લાભ તાત્કાલિક ચૂકવવામાં આવશે.
સુમુલ ડેરીએ કહ્યું કે પશુપાલન એક ખર્ચાળ વ્યવસાય છે, તેથી પશુપાલકોની નફાકારકતા જાળવવી મહત્વપૂર્ણ છે. દરવર્ષે દૂધ ઉત્પાદકો માટે નવી યોજનાઓ અને સહાય યોજના અમલમાં મૂકી પશુપાલકોનો ઉત્કર્ષ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે.