Connect Gujarat
સુરત 

સુરત : સુરતવાસીઓને મળશે ચાર સાપ્તાહીક ટ્રેનનો લાભ, વેકસીનેશનનું સર્ટીફીકેટ ફરજિયાત

દિવાળીના પર્વને ધ્યાનમાં રાખી સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોના ભારે ધસારાને ધ્યાનમાં લઇ 5 સાપ્તાહિક ટ્રેન દોડાવવા

X

દીવાળી વેકેશનને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવે તરફથી પાંચ સાપ્તાહિક ટ્રેનો દોડાવવામાં આવશે. સુરતવાસીઓને પાંચમાંથી ચાર ટ્રેનોનો લાભ મળી રહેશે.દિવાળીના પર્વને ધ્યાનમાં રાખી સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોના ભારે ધસારાને ધ્યાનમાં લઇ પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા વધારાની પાંચ સાપ્તાહિક ટ્રેન દોડાવવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં બાંદ્રાથી સુબેદારગંજ, બાંદ્રાથી મઉ, સુરતથી કરમાલી, સુરતથી સુબેદારગંજ અને પાંચમી ટ્રેન અમદાવાદથી કાનપુર સાપ્તાહિક ટ્રેન દોડાવવા અંગેની જાહેરાત કરવામાં આવી છે. જોકે અમદાવાદથી કાનપુર ની ટ્રેન સુરતથી નહીં દોડેપરંતુ પાંચ પૈકીની ચાર ટ્રેનોને લઈ સુરતના લોકોને તેનો લાભ પણ મળી રહેશે.

બાંદ્રાથી સુબેદારગંજની સાપ્તાહિક ટ્રેન બુધવારે સાંજના 7.45 કલાકે ઉપડશે..જ્યારે બાંદ્રાથી મઉ દર મંગળવારે ઉપડશે. આ સિવાય સુરતથી કરમાલી દર મંગળવાર રોજ ઉપડશે અને બાર જેટલી ટ્રીપ તેની રહેશે...જે 26મી ઓક્ટોબરથી દોડશે.જેમાં ઓક્ટોબર અને નવેમ્બર મહિનો મળી કુલ 12 જેટલી ટ્રીપો દોડાવવામાં આવશે. આ ટ્રેન સુરતથી ઉપડી વસઇ,પનવેલ,સિંધદુર થઈ કરમાલી પોહચશે.ચોથી સાપ્તાહિક ટ્રેન સુરતથી સુબેદાર ગંજ વચ્ચે દોડવાની છે. આ ટ્રેન દર શુક્રવારના રોજ સવારે છ વાગ્યે આ ટ્રેન સુરત થી ઉપડશે. જે ટ્રેન આ શુક્રવારથી ચાલુ થવા જઈ રહી છે. સુરતથી સુબેદારગંજની ટ્રેન બરોડા,રતલામ,કોટા, વાયા માધવપુર રૂટ પરથી દોડાવવામાં આવશે. મુસાફરીમાં વિક્ષેપ ના પડે તે માટે ટ્રેનમાં મુસાફરી કરનારા યાત્રીઓએ વેકસીનના બંને ડોઝ લેવા અનિવાર્ય છે. વેકસીન લીધા હોય તેવા બંને ડોઝના સર્ટિફકેટ સાથે રાખવાની સાથે ટ્રેનમાં માસ્ક પહેરવું ઓન ફરજીયાત કરવામાં આવ્યું છે.

Next Story