Connect Gujarat
સુરત 

સુરત : PM મોદીના હસ્તે "સુરત અર્બન ઓબ્ઝર્વેટરી એન્ડ ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર"નું કરાશે લોકાર્પણ...

X

વડાપ્રધાન મોદી 29મી સપ્ટેમ્બરે બનશે સુરતના મહેમાન

રૂ. 108 કરોડના ખર્ચે નવનિર્મિત SUOIRCનું કરશે લોકાર્પણ

આ સેન્ટર ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર તરીકે પણ કામ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસ દરમ્યાન તા. 29મી સપ્ટેમ્બરે સુરતમાં રૂપિયા 108 કરોડથી વધુના ખર્ચે નવનિર્મિત "સુરત અર્બન ઓબ્ઝર્વેટરી એન્ડ ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર"નું લોકાર્પણ કરશે. આ સેન્ટર સુરત મહાનગરપાલિકા માટે ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર તરીકે પણ કામ કરશે. આગ, રેલ, વાવાઝોડું, ધરતીકંપ જેવી કુદરતી આફતો દરમિયાન ઈમરજન્સી સેવાઓને મોનિટર કરી તેને પહોંચી વળવા તેમજ તંત્ર સાથે સંકલન કરવા માટે, વિવિધ સેવાઓનું મોનિટરીંગ સેન્ટ્રલાઈઝડ સેન્ટરથી કરવા માટે આ ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર બનાવવામાં આવ્યું છે. આ વિશાળ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની વિશેષતાઓની વાત કરીએ તો, અહી ફાયર એન્ડ ઈમરજન્સી કંટ્રોલ રૂમ, મહાનગરપાલિકાનું હેલ્પલાઈન કોલ સેન્ટર, પાલિકાની વિવિધ ITને લગતી જરૂરિયાત માટેનું ડેટા સેન્ટર, પ્રેસ એન્ડ મીડિયા બ્રીફિંગ રૂમ, એક્ઝીક્યુટીવ મિટીંગ રૂમ, ટ્રાન્સપોર્ટ અને મોબિલિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ અને SMCની અન્ય સેવાઓ માટેના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ જેવી અદ્યતન સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.

Next Story
Share it