/connect-gujarat/media/post_banners/9fd89434113e341b53170792a14e8c0afe3b5f004461ec8b4b8f093a09d99a87.jpg)
સુરતથી સિન્થેટિક ડાયમંડ નિકાસમાં બમણો વધારો જોવા મળી રહ્યો છે સુરતમાં મોટી સંખ્યામાં નેચરલ હીરાનું કામ કરનારા ઉદ્યોગકારો અને લેબ્રોન હીરામાં જોડાઈ ગયા..
છેલ્લા ત્રણ વર્ષમાં સુરતમાં મોટી સંખ્યામાં નેચરલ હીરાનું કામ કરનારા ઉદ્યોગકારો લેબગ્રોન હીરામાં જોડાઈ ગયા છે. સુરતમાં લેબગ્રોન ડાયમંડ બનાવવા અને લેફ્ટ લેબગ્રોન ડાયમંડ કટ અને પોલીસિંગ પર પ્રોસેસિંગ કરવાનું કામ મોટાપાયે થઇ રહ્યું છે. સુરતમાં આશરે દોઢ લાખ રત્નકલાકારો સિન્થેટિક ડાયમંડના કામોમાં જોડાઈ ગયા છે. હીરાઉધોગકારો માનવું છે કે આવનારા દિવસોમાં પણ લેબગ્રોન ડાયમંડનો વિકાસ ખૂબ જ ઝડપથી થશે.સુરતમાં ચીનથી આવતા સીડી હીરા પર કટ અને પોલીસિંગ કરવાનું કામ મોટા પાયે શરૂ થયું છે, તે ઉપરાંત કેટલાક મોટા ઉધોગકારો લેબગ્રોન ડાયમંડ બનાવી પણ રહ્યા છે. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના રિજિયોનલ ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે સુરતના લેબગ્રોન ડાયમંડની અમેરિકામાં સારી ડિમાન્ડ છે. મોટા પાયે ત્યાંજ નિકાસ કરવામાં આવે છે. નેચરલ હીરાની સાથે લેબગ્રોન ડાયમંડ માટે પણ નવી તકો ઊભી થઈ છે. આવનારી જનરેશનમાં લેબગ્રોન ડાયમંડની માંગ વધારે છે. જે લોકો રિયલ ડાયમંડ એફટ નથી કરી શકતા તે પણ લેબગ્રોન ડાયમંડ જ્વેલરી પસંદ કરી રહ્યા છે.