સુરત : કોરીવાડ ગામે ટેન્કરે બાઈક સવાર પતિ-પત્નીને અડફેટે લેતા મોત, 5 વર્ષીય બાળકી ગંભીર…

કોરીવાડ ગામ નજીક બાઈક પર જઈ રહેલ દંપત્તી અને તેની 5 વર્ષની બાળકીને પાછળથી ટેન્કર ચાલકે અડફેટે લઈ 60 ફૂટ ઘસડ્યું હતું.

New Update
સુરત : કોરીવાડ ગામે ટેન્કરે બાઈક સવાર પતિ-પત્નીને અડફેટે લેતા મોત, 5 વર્ષીય બાળકી ગંભીર…

સુરતમાં ટેન્કર ચાલકો બેફામ દોડતા હોવાની વારંવારની ફરિયાદ વચ્ચે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. વરીયાવથી ઉતરાણ જતા રોડ પર કોરીવાડ ગામ નજીક બાઈક પર જઈ રહેલ દંપત્તી અને તેની 5 વર્ષની બાળકીને પાછળથી ટેન્કર ચાલકે અડફેટે લઈ 60 ફૂટ ઘસડ્યું હતું. જેને લઇ દંપત્તિનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું,

Advertisment

જ્યારે બાળકીને ચમત્કારિક બચાવ થતાં તેને ગંભીર હાલતમાં સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડાઈ છે. તો બીજી તરફ, બનાવના પગલે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જેમાં ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ ફરમાવા રસ્તાઓ બ્લોક કરીને ગ્રામજનોએ વિરોધ દર્શાવ્યો હતો. ટેન્કર ચાલક ઘટનાને અંજામ આપી નાસી છૂટતો હતો. પરંતુ ગ્રામજનોએ તેને પકડી પોલીસને બોલાવી હતી. જેને લઇ ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. તો અકસ્માતની ઘટનામાં જહાંગીરપુરા પોલીસે ટેન્કર ચાલકની અટકાયત કરી ટેન્કર જપ્ત કર્યું હતું.

Advertisment