/connect-gujarat/media/post_banners/91b33577ad1b68f3439f4e4676b3e762be3c7e8dff8fb444fdfc2b6c09af50b6.jpg)
સુરતના કીમ- કુડસદ રોડ પર આવેલી ધન્વંતરી કોલેજ ઓફ ફાર્મસી ખાતે રમત ગમતની વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. જેમાં ક્રિકેટમાં ભરૂચની જાણીતી લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની ટીમ ચેમ્પીયન બની છે. ભરૂચની ટીમે બારડોલીની માલિબા ફાર્મસી કોલેજની ટીમને છ વિકેટ પરાજય આપ્યો છે. ધન્વંતરી કોલેજ ઓફ ફાર્મસી ખાતે આયોજીત ક્રિકેટ ટુર્નામેન્ટમાં આઠ ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ભરૂચની ટીમ વિજેતા બની છે. કોલેજના પ્રાધ્યાપક મહંમદ સોયેબે ટીમને વિજેતા બનવા બદલ અભિનંદન આપ્યાં હતાં તથા ખેલાડીઓને પ્રોત્સાહન આપવા બદલ કોલેજના મેનેજમેન્ટનો આભાર માન્યો હતો.
ક્રિકેટની ટુર્નામેન્ટમાં ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની ટીમ જયારે ફુટબોલમાં ધન્વંતરી કોલેજની ટીમ વિજેતા બની હતી. કોલેજમાં યોજાયેલી રમત ગમતની સ્પર્ધાઓમાં રાજયભરની ફાર્મસી કોલેજના ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ધન્વંતરી કોલેજના આચાર્યએ જણાવ્યું હતું કે, કોરોનાની ગાઇડલાઇનના ચુસ્ત અમલ સાથે વિવિધ ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી.