સુરત : દેશની પ્રથમ બુલેટ ટ્રેન વર્ષ 2026 સુધીમાં સુરત-બિલીમોરા વચ્ચે દોડશે : કેન્દ્રીય રેલ્વે મંત્રી

કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવનો સત્કાર સમારોહ યોજાયો, અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ દ્વારા કરાયું વિશેષ સન્માનનું આયોજન

New Update
સુરત : દેશની પ્રથમ બુલેટ ટ્રેન વર્ષ 2026 સુધીમાં સુરત-બિલીમોરા વચ્ચે દોડશે : કેન્દ્રીય રેલ્વે મંત્રી

સુરત ખાતે અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ અને રાજસ્થાન-હરિયાણા સમાજની વિવિધ સંસ્થાઓ દ્વારા કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવનો સત્કાર સમારોહ યોજાયો હતો, ત્યારે વર્ષ 2026 સુધીમાં દેશની પ્રથમ બુલેટ ટ્રેનનો સુરતથી પ્રારંભ કરવામાં આવશે તેમ કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યુ હતું.

સુરત શહેરના સિટીલાઈટ વિસ્તાર સ્થિત દ્વારકા હોલ મહારાજા અગ્રેસન ભવન ખાતે કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવનો સત્કાર સમારોહ યોજાયો હતો. કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, સુરત સૌને સમાવનારૂ શહેર છે. ભારતના કોઈ પણ સમાજના એક જ સ્થળે દર્શન કરવા હોય તો સુરત આવો. આ શહેર એવું વિલક્ષણ છે, જેણે દેશભરમાંથી સ્થળાંતરિત થઈને આવેલા લાખો દેશવાસીઓને રોજગારી પૂરી પાડીને મિની ભારતનું સર્જન કર્યું છે. આ સાથે જ સુરતથી બિલીમોરાની દેશની પ્રથમ બુલેટ ટ્રેન તા. 15મી ઓગસ્ટ 2026 સુધીમાં શરૂ થઈ જશે. જે દેશની પ્રથમ બુલેટ ટ્રેનનો સુરતથી પ્રારંભ કરવામાં આવશે. આ પ્રસંગે કેન્દ્રીય ટેક્ષટાઈલ અને રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, ઉદ્યોગ સાહસિકો તેમજ અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ અને રાજસ્થાન-હરિયાણા સમાજની વિવિધ સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories