સુરત : બ્રેઇન્ડેડ મહિલાના અંગદાન થકી માનવતાની મહેક સાથે પરિજનોએ સમાજને નવી દિશા બતાવી...

અંગદાન માટે દેશભરમાં જાણીતા થઈ રહેલા સુરતમાંથી ફરી કિડની, લિવરનું દાન કરવામાં આવ્યું છે.

New Update
સુરત : બ્રેઇન્ડેડ મહિલાના અંગદાન થકી માનવતાની મહેક સાથે પરિજનોએ સમાજને નવી દિશા બતાવી...

અંગદાન માટે દેશભરમાં જાણીતા થઈ રહેલા સુરતમાંથી ફરી કિડની, લિવરનું દાન કરવામાં આવ્યું છે. પાંડેસરાની બ્રેઇન્ડેડ મહિલાના પરિજનો દ્વારા નવી સિવિલ હોસ્પિટલમાં અંગદાન કરી વ્યક્તિઓને નવજીવન બક્ષ્યું છે. સાથે જ માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે.

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં રહેતા 62 વર્ષીય મનુબેન સિંહની તબિયત લથડી હતી, તેઓને સારવાર અર્થ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. મહિલાને બ્રાન્ડેડ હોવાથી પરિવારને નવી સિવિલ હોસ્પિટલના તબીબોએ અંગદાન કરવા માહિતગાર કર્યા હતા. પરિવારે અંગદાનની મંજૂરી આપતા નવી સિવિલ હોસ્પિટલમાં બે કિડની અને એક લીવરનું દાન કરવામાં આવ્યું છે. પોલીસ પાયલોટિંગ સાથે એમ્બ્યુલન્સ મારફત સુરત નવી સિવિલ હોસ્પિટલથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુધી 300 કિ.મીનું અંતર 3 કલાકમાં કાપીને IKDRC સેન્ટરમાં સ્ટોરેજ કરવામાં આવ્યું છે. કિડની અને લીવર જરૂરિયાત મંદ દર્દીને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે. પરિવારે જણાવ્યું હતું કે, અમારા દર્દીનું બ્રેઇન્ડેડ થઈ ગયું હતું. અંગદાન કરવાથી જો બીજા કોઈને નવું જીવનદાન મળે તે શોધી સારી વાત કહી શકાય છે. અમારા માટે પણ આ એક પ્રેરણાદાયક છે અને આ આવી જ રીતે આગળ વધતું જશે.

Read the Next Article

સુરત : ડુપ્લીકેટ સોનાના દાગીના બનાવતા કારખાનામાં પોલીસના દરોડા, 12 શખ્સની ધરપકડ...

સુરત શહેરના સરથાણા વિસ્તારમાંથી ડુપ્લિકેટ સોનાના દાગીના બનાવતી ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો છે. બનાવટી સોનાના દાગીના બનાવવામાં વપરાતી સામગ્રી સહિતના મુદ્દામાલ સાથે પોલીસે 12 આરોપીની ધરપકડ કરી છે.

New Update
  • LCB અને સરથાણા પોલીસની સંયુક્ત રીતે મોટી કાર્યવાહી

  • ડુપ્લીકેટ સોનાના દાગીના બનાવતું એક કારખાનું ઝડપાયું

  • 23 ટકા સોનું નાંખી હોલમાર્કની સિક્કો મારી વેચાણ કરતા

  • સરથાણા પોલીસ દ્વારા 12 શખ્સની ધરપકડ કરવામાં આવી

  • દાગીના બનાવવામાં વપરાતી સામગ્રી અને મુદ્દામાલ જપ્ત

સુરત શહેરના સરથાણા વિસ્તારમાંથી ડુપ્લિકેટ સોનાના દાગીના બનાવતી ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો છે. બનાવટી સોનાના દાગીના બનાવવામાં વપરાતી સામગ્રી સહિતના મુદ્દામાલ સાથે પોલીસે 12 આરોપીની ધરપકડ કરી છે.

સુરત શહેરના સરથાણા વિસ્તારમાં ઝોન-1 LCB પોલીસ અને સરથાણા પોલીસે સંયુક્ત રીતે એક મોટી કાર્યવાહી કરીને ડુપ્લિકેટ સોનાના દાગીના બનાવતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે 12 આરોપીની ધરપકડ કરી છે અને બનાવટી સોનાના દાગીના બનાવવામાં વપરાતી સામગ્રી સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસને બાતમી મળી હતી કેઉત્રાણ પોલીસ મથકની હદમાં આવેલા વેલંજાની રૂદ્રાક્ષ સોસાયટીમાં એક ઘરમાં ડુપ્લિકેટ સોનાના દાગીના બનાવવાનું કારખાનું ચલાવવામાં આવતું હતું. આ ગેંગ ચેઇનના હુકમાં માત્ર 23% સોનું ભેળવીને દાગીના બનાવતી હતીઅને તેના પર હોલમાર્કનો સિક્કો મારીને વેચાણ કરતી હતી. જોકેઆ કારખાનું છેલ્લા 2 વર્ષથી કાર્યરત હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

આ રેકેટનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે મુખ્ય આરોપી વિવેક સોની સહિતના આરોપીઓ યોગી ચોક ખાતે આવેલા શિવ મંદિર જ્વેલર્સમાં ડુપ્લિકેટ સોનાની ચેઇન વેચવા ગયા હતા. જ્વેલર્સના માલિકને સોનું ડુપ્લિકેટ હોવાનો ખ્યાલ આવતા તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. જોકેઆરોપી હરીશ ખટાણા અને વિમલ નામના 2 આરોપીઓ ડુપ્લિકેટ સોનું આપીને ફરાર થઈ ગયા હતા. જ્વેલર્સના માલિકની ફરિયાદના આધારે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આરોપીઓ સુધી પહોંચી દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી 4 ચેઈનચેઈન બનાવવાનું મશીનઅને હોલમાર્કનો સિક્કો સહિતની સામગ્રી જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.