સુરત : નવી સિવિલ હોસ્પિટલમાંથી 28 દિવસના નવજાત બાળકનું અપહરણ કરનાર શખ્સ ઝારખંડ ખાતેથી ઝડપાયો...

સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલમાંથી 28 દિવસના નવજાત બાળકનું અપહરણ કરનાર શખ્સની પોલીસે ઝારખંડ ખાતેથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી...

New Update
  • નવી સિવિલ હોસ્પિટલમાંથી બાળકના અપહરણનો મામલો

  • 28 દિવસના નવજાત બાળકનું અપહરણ મચી હતી ચકચાર

  • અજાણ્યો શખ્સ બાળકને ઉઠાવી લઈ જતો થયો CCTVમાં કેદ

  • ઝારખંડ ખાતેથી આરોપીની ધરપકડ કરી પોલીસની કાર્યવાહી

  • બાળકનું કેમ અપહરણ કર્યું તે અંગે પોલીસે તપાસ હાથ ધરી

Advertisment

સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલમાંથી 28 દિવસના નવજાત બાળકનું અપહરણ કરનાર શખ્સની પોલીસે ઝારખંડ ખાતેથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલમાંથી થોડા દિવસ અગાઉ 28 દિવસના નવજાત બાળકનું અપહરણ થયું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો.

જેમાં એક અજાણ્યો શખ્સ બાળકને ઉઠાવીને લઈ જતો CCTV કેમેરામાં કેદ થયો હતોત્યારે સમગ્ર મામલે ખટોદરા પોલીસે અપહરણનો ગુન્હો દાખલ કરી બાળકને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતાત્યારે બાતમીના આધારે સુરત પોલીસે અપહરણ કરનાર આરોપીને ઝારખંડ રાજ્યમાં જઈને ઝડપી લઈ બાળકનો કબજો લીધો હતો.

અપહરણ કરનાર આરોપીનું નામ સૂરજકુમાર શ્યામ રાજ મેહતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. તો બીજી તરફપોલીસે બાળકને હેમખેમ તેના પરિવારને પરત કર્યું હતુંત્યારે હાલ તો આરોપીએ શા માટે બાળકનું અપહરણ કર્યું હતુંતે દિશામાં પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories