સુરત : પરિવારના 6 સભ્યને મોતને ઘાટ ઉતારી આપઘાત કરનાર સામે પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો..!

મનીષ ઉર્ફે શાંતુ કનુ સોલંકી અને તેની પત્ની, 3 સંતાન તથા માતા-પિતાના સામૂહિક આપઘાતની ઘટના સામે આવી હતી

New Update
સુરત : પરિવારના 6 સભ્યને મોતને ઘાટ ઉતારી આપઘાત કરનાર સામે પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો..!

પાલનપુરમાં 7 સભ્યોનો સામૂહિક આપઘાતનો મામલો

સામૂહિક આપઘાત પ્રકરણમાં પોલીસ દ્વારા કાર્યવાહી

આપઘાત કરનાર સામે પરિવારની હત્યાનો ગુનો નોંધાયો

સુરતમાં ચકચાર મચાવનાર પાલનપુર જકાતનાકા વિસ્તારના સોલંકી પરિવારના 7 સભ્યોના સામૂહિક આપઘાત પ્રકરણમાં પોલીસે આપઘાત કરનાર મનીષ સોલંકી વિરુદ્ધ પરિવારના સભ્યોની હત્યાનો ગુનો નોંધ્યો છે. સુરત શહેરના પાલનપુર જકાતનાકા સ્થિત સિધ્ધેશ્વર એપાર્ટમેન્ટમાં ગત તા. 28 ઓકટોબરે મનીષ ઉર્ફે શાંતુ કનુ સોલંકી અને તેની પત્ની, 3 સંતાન તથા માતા-પિતાના સામૂહિક આપઘાતની ઘટના સામે આવી હતી.

આ કરુણ ઘટનામાં મનીષ સોલંકી દ્વારા ભરવામાં આવેલા આત્યાંતિક પગલા પાછળનું કારણ જાણવા DCP ઝોન-5 આર.પી.બારોટની અધ્યક્ષતામાં એસઆઇટીની રચના કરવામાં આવી હતી. આ એસઆઇટી દ્વારા પોલીસ કમિશનર અજયકુમા૨ તોમરને અત્યાર સુધીનો તપાસ રિપોર્ટ પણ આપવામાં આવ્યો છે. જેમાં પોલીસે અત્યાર સુધી 112 જેટલા લોકોના નિવેદનો લીધાં છતાં એક પણ નિવેદનમાં મનીષના મોતના કારણની ચોક્કસ કડી જાણવા મળી નથી.

હવે પોલીસે FSLમાંથી દંપતીના મોબાઇલમાંથી કંઈ કડી મળે તેની રાહ જોઈ રહી છે. અત્યાર સુધીની તપાસ અંતર્ગત લાગણીશીલ સ્વભાવનો મનીષ ડિપ્રેશનમાં હોવાનું પોલીસ દ્વારા અનુમાન કરવામાં આવ્યું છે. જેના આધારે પોલીસે મનીષ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે. જેમાં 4 સભ્યોને ઝેરી દવા અને 2 લોકોનું ગળું દબાવી મોતને ઘાટ ઉતાર્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Read the Next Article

સુરત :  'ઓપરેશન સિંદૂર' માં પાકિસ્તાન સામે ભારતના શૌર્ય અને શક્તિશાળી બ્રહ્મોસ મિસાઈલના પરાક્રમને રાખડીમાં કંડારાયું

ભારતીય સેના અને બ્રહ્મોસ મિસાઈલના શૌર્યની ગાથા વિશ્વભરમાં ગુંજી રહી છે, ત્યારે હવે સુરતના જ્વેલર્સ આ ઐતિહાસિક ક્ષણને રાખડીઓમાં કંડારી રહ્યા છે.

New Update
  • ભારતના શૌર્યને દર્શાવતી રાખડી

  • જવેલર્સે તૈયારી કરી શૌર્યમય રાખડી

  • રાખડીમાં છે બ્રહ્મોસ મિસાઈલનું પરાક્રમ

  • ઐતિહાસિક ક્ષણને રાખડીઓમાં કંડારી

  • રાખડીનું લોકોમાં ભારે આકર્ષણ જગાવ્યું  

સુરતમાં એક અનોખી અને રાષ્ટ્રપ્રેમથી છલકાતી રાખડીઓ બજારમાં ધૂમ મચાવી રહી છે.'ઓપરેશન સિંદૂર'માં પાકિસ્તાન સામે ભારતના શૌર્ય અને શક્તિશાળી બ્રહ્મોસ મિસાઈલના પરાક્રમને યાદ કરતી ખાસ રાખડીઓ લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની છે.

ભારતીય સેના અને બ્રહ્મોસ મિસાઈલના શૌર્યની ગાથા વિશ્વભરમાં ગુંજી રહી છેત્યારે હવે સુરતના જ્વેલર્સ આ ઐતિહાસિક ક્ષણને રાખડીઓમાં કંડારી રહ્યા છે. આ ખાસ રાખડીઓની વધુ એક વિશેષતા એ છે કે તે તિરંગાના રંગોવાળી દોરી સાથે સજ્જ છે. આ તિરંગાની દોરી ભારતીય હોવાનો ગર્વ અને રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપે છે.

સુરતના બજારમાં હાલ સોના અને ચાંદીમાંથી બનેલી બ્રહ્મોસ મિસાઇલની ડિઝાઈનવાળી નાની રાખડીઓની માંગ આસમાને પહોંચી છે.'બ્રહ્મોસ રાખડીતરીકે જાણીતી થયેલી આ રાખડીઓ ખૂબ જ લોકપ્રિય બની રહી છે.ચાંદીની બ્રહ્મોસ મિસાઈલવાળી રાખડી લગભગ 10 ગ્રામ વજનની છે અને તેની કિંમત અંદાજે 2500 રૂપિયા છે. જ્યારેસોનાની બ્રહ્મોસ મિસાઈલવાળી રાખડી ખાસ 9 કેરેટ ગોલ્ડમાંથી તૈયાર કરવામાં આવી છે5થી 6 ગ્રામ વજનમાં તૈયાર થતી આ સોનાની રાખડીઓની કિંમત 60,000થી 80,000 રૂપિયા છે.